<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

‘અકિલા રઘુવંશી બીટસ'માં રોશની અને આનંદનો થશે ઝગમગાટ

આસોની અંજવાળી...માડી તારા મંદિરયામાં...જેવા ગીતો પર ખેલૈયાઓ રાસ રમશે સર્વ જ્ઞાતિના બહેનો, દંપતિઓ આવકાર્ય, પારીવારીક માહોલમાં સાધુ વાસવાણી રોડ પર આયોજન

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬''ના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે સર્વે જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્‍સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્‍ચેની સ્‍પર્ધા બાદ કરાશે. દરેક નોરતે 'જય આદ્યશકિત' જાણીતા ભક્‍તિપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સીંગર પ્રકાશ પરમાર, દિપ્તી બાલાસરા, હાર્વીન પોપટ, મેહુલ શીશાંગીયા તેમજ એન્‍કરીંગ વૈશાલી પુજારા સહીતનાઓ ખ્‍યાતનામ સંગીતકાર એરેન્‍જરના સથવારે લોકગીતો, રાસ-ગરબા પર આધારીત ભકિતપદોને સથવારે ઓરકેસ્‍ટ્રા રીધમ કિર્તી વિમલ (ઝીલ એન્‍ટરટેઈનમેન્‍ટ) દ્વારા કરવામાં આવશે અને દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમશે.

આસોની અંજવાણી, માડી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્‍મ. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તારી માં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીત ના ગીતો પર અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓને આનંદ કરશે.

રઘુવંશી રાસોત્‍સવમાં જય ભવાની સાઉન્‍ડના આશીષભાઈની અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ રાખવામા આવી છે. તેમજ શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્‍યાસ દ્વારા સુંદર મંડપ ડેકોરેટ કરવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ તથા મહેમાનો માટેની એલ.ઈ.ડી. સ્‍ક્રીન પર મજાનું લાઈવ પ્રસારણ બતાવવા માટે ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી તથા ટીમ તથા સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડશે. તેમજ પાર્વતી ટ્રસ લાઈટીંગના મોહીતભાઈ દ્વારા લાઈટીંગનું ડેકોરેશન પુરું પાડવામાં આવશે.

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬' ના ફોર્મ વિતરણ માટેના વ્‍હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ નંબર ફોર્મની પી.ડી.એફ઼ ફાઈલ  ડાઉનલોડ કરી શકાશે.

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ૨૦૨૬'' ના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) એન્‍જોય લેડીઝ કલબ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) જલારામ વેડિગ કાઉન્‍ટર, મ્‍યુનીસીપલ કમીશ્નરશ્રીના બંગલાની બાજુમાં, (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્‍યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૧૦) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૧) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક, (૧૨) મહારાજા વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્‍કલેવ, શીવાલય ચોક, રેલનગર (૧૩) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ પાસે (૧૪) શીવપુષ્‍પ મેડીકલ સ્‍ટોર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે.  ફોર્મ માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

(2:24 PM IST)