<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ‘અકિલા રઘુવંશી

બીટસ'માં પાસ માટે ખેૈલેયાઓમાં જબરો ઉત્‍સાહ ફોર્મ વ્‍હોટસએપ નંબર પરથી પણ મળી શકશે, ખેલૈયાઓને દરરોજ ઇનામો અપાશે

રાજકોટઃ સતત અગીયારમાં વર્ષે સાધુવાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રૂુપ  ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬'ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  નવરાત્રી દરમ્‍યાન પ્રિન્‍સ-પ્રિન્‍સેસ તથા વેલડ્રેસ થનાર વિજેતાઓને દરરોજ આશ્વાસન ઈનામ આપવામાં આવશે, આયોજકો દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ મેગા ફાયનલ યોજવામાં આવશે નહી. તેમ યાદીમાં જણાવાયુ છે.

આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગ્રુપના જયદેવભાઈ રૂપારેલીયા તથા સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્‍ય મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવુ નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે ઝુમશે અને માં આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે. વ્‍યવસ્‍થાની દષ્ટિએ પણ સંપૂર્ણતા તરફ આ આયોજન ખ્‍યાતનામ બન્‍યું છે.સપ્રસિધ્‍ધ સંગીતકાર, ગીતકાર, કલાકારો પોતાની કલાના કામણ પીરશતા હોય છે.

રઘુવંશી રાસોત્‍સવમાં જય ભવાની સાઉન્‍ડના આશીષભાઈની અત્‍યાધુનીક ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખવામા આવી છે. તેમજ શ્રી બુટભવાની મંડપના રાકેશભાઈ વ્‍યાસ દ્વારા સુંદર મંડપ ડેકોરેટ કરવામાં આવશે. સમગ્ર ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓ તથા મહેમાનો માટેની એલ.ઈ.ડી. સ્‍ક્રીન પર મજાનું લાઈવ પ્રસારણ બતાવવા માટે ઓમ ટેલી લીંકના વિકકીભાઈ મોદી તથા ટીમ તથા સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરૂ પાડશે.

‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૬' ના ફોર્મ વિતરણ માટેના વ્‍હોટસએપ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ નંબર  પરે ફોર્મની પી.ડી.એફ. ફાઈલ  ડાઉનલોડ કરી શકશો.ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૪) એન્‍જોય લેડીઝ કલબ, શિવમ પાર્ક-૧, અમળતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૬) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૭) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૮) એલીઝા બ્‍યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૯) ઉમાવંશી દાબેલી, ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૧૦) જલારામ હોઝીયરી, યોગેશ્વર પાર્ક મેઈન રોડ, પાટીદાર ચોક, (૧૧) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૧૨) મહારાજા વડાપાંઉ, શોપ નં. ૩, રોયલ એન્‍કલેવ, શીવાલય ચોક, રેલનગર (૧૩) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ પાસે (૧૪) શીવપુષ્‍પ મેડીકલ સ્‍ટોર, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે.  ફોર્મ માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે

(4:10 PM IST)