હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નિકાવામાં દાદા પાંચાજી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪મીએ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન : ૧૧ યુગલો જોડાશે

રાજકોટ તા. ૧૯ : દાદાશ્રી પાંચાજી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉસવ સમિતિ નિકાવા દ્વારા આગામી તા. ૨૪-પ-૨૦૨૬ના રવિવારે પાંચમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે ગરીબ, કોઇ મા-બાપ વગરની દીકરીઓને મુશ્કેલી ન પડે તે માટે આ સંસ્થા તેમના લગ્નનું આયોજન કરે છે. જેમાં દાતાઓના સહયોગથી જુદી જુદી કરીયાવરની વસ્તુઓ પણ આપવામાં આવે છે. આ વર્ષે પાંચાજીનગર, નિકાવા મુકામે આયોજીત આ સમુલહગ્નમાં ૧૧ દીકરીઓ સમૂહમાં પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગના અધ્યક્ષસ્થાને શ્રી અરજણબાપુ દવેરા તેમજ મહંતશ્રી મનહરદાસ ગુરૂશ્રી પુરણદાસબાપુ સંતશ્રી દાસીજીવણ સાહેબ જગ્યા નવી મેંગણીથી પધારી નવવિવાહીતોને આશીર્વચન આપશે. તા. ૨૪ના આયોજીત આ સમારોહમાં સવારે ૯.૨૫ કલાકે જાન આગમન, ૧૧.૧૫ કલાકે હસ્ત મેળાપ, બપોરે ૧૨.૧૫ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન સમારોહ તેમજ દાતાઓનું સન્માન કરાશે. બપોરે ૩.૧૫ કલાકે જાન વિદાય થશે. સરપંચશ્રી અને નિકાવા ગામના દરેક જ્ઞાતિના આગેવાનો કાર્યક્રમમાં ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકસાહિત્યકાર અને જુનિયર નરેશ કનોડીયા અમૃતભાઇ બારોટ (જામજોધપુર) તથા એન્કર-હાસ્યકલાકાર જીતુભાઇ વાળા જમાવટ કરશે. આયોજનની વધુ માહિતી માટે મો.૯૯૨૫૦ ૨૫૬૯૭ અથવા મો.૯૭૨૫૬ ૫૨૬૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બકુલબાપુ મહંતશ્રી નિકાવા ગાદી, ગીરીશભાઇ દવેરા, જેન્તીભાઇ પરમાર વાળાધરી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)










