<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જિલ્લા પંચાયતમાં તમામ સમિતિઓની રચના પ્રદેશની સીધી 'દેખરેખ' હેઠળઃ સૂચના ન આવે ત્યાં સુધી સામાન્ય સભા નહિ

સમગ્ર રાજયમાં એક સાથે પ્રક્રિયાઃ અમૂક તાલુકા પંચાયતોમાં એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયેલ ત્યાં બ્રેક

રાજકોટ તા. ૫ :. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ગઇ તારીખ ૨૬ એ ચૂંટણી થઈ ગયા બાદ હજુ સુધી જુદી જુદી સમિતિઓની રચના થઈ શકતી નથી. આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા સૂચના મુજબ પ્રદેશ સાથે સંકલન કરીને જ સમિતિઓના અધ્યક્ષો પસંદ કરવાના થાય છે. સામાન્ય રીતે સ્થાનિક કક્ષાએ સમિતિઓના નામ નક્કી થતાં આ વખતે મુખ્ય પાંચ પદાધિકારીઓ ઉપરાંત અન્ય સમિતિઓના નામો નક્કી કરવાનું પણ પાર્ટીએ પોતાના હસ્તક રાખ્યું છે .પ્રદેશમાંથી સૂચના આવે પછી જ સમિતિઓની રચના માટે સામાન્ય સભા બોલાવવામાં આવશે. એક અઠવાડિયામાં તારીખ નક્કી થઈ જાય તેવી શક્યતા છે .

જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ જાહેર થઈ ગયા છે .આરોગ્ય શિક્ષણ સિંચાઈ બાંધકામ વગેરેના નામ નક્કી કરવાના થાય છે. સમિતિઓની રચના માટે સામાન્ય સભા હોય બોલાવવી જરૂરી છે .સ્થાનિક કક્ષાએથી પાર્ટીને પૂછવામાં આવતા પાર્ટીએ રાહ જોવા જણાવ્યું છે ્આખા રાજ્યમાં અમુક નિશ્ચિત દિવસોમાં જ સમિતિઓની રચના થાય તેવા એધાણ છે. સ્થાનિક ભાજપ દ્વારા પ્રદેશને નામો સૂચવાશે. ત્યાંથી મંજૂર થયા મુજબ સમિતિઓના અધ્યક્ષ નક્કી થશે. ભાજપમાં આવું પ્રથમ વખત થઈ રહ્યું છે. સત્તાના કેન્દ્રીકરણએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે .

રાજકોટ ટંકારા જસદણ વિછીયા સહિત અમુક તાલુકા પંચાયતોમાં સમિતિઓની રચના કરવા માટે સામાન્ય સભાની તારીખ જાહેર થઈ ગઈ છતા તેને પ્રદેશ તરફથી બ્રેક મારવામાં આવ્યાનુજાણવા મળે છે ્હાલ જેનો એજન્ડા પ્રસિદ્ધ થઈ ગઈ હોય તેવી પંચાયતોમાં સામાન્ય સભાની તારીખ બદલવા અથવા મુલતવી રાખવી પડે તે પ્રકારે કોરમ રાખવા સૂચના આવ્યાનુ જાણવા મળે છે. પ્રદેશમાંથી સુચના આવે પછી જ તાલુકા જિલ્લા પંચાયતોમાં સામાન્ય સભાની તારીખ જાહેર થશે.

(2:54 PM IST)