તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટઃ જિલ્લાની સભા

રાજકોટઃ સેવાભારતી કાર્યાલય ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા સાધારણ સભા તથા જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગપ્ર૧ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, મીડિયા માંથી રવિભાઈ પાંડોર, માધ્યમિક વિભાગમાં પ્રાંતમાંથી ગીતાબેન જલુ, વિભાગ મહિલા સંગઠન મંત્રીડૉ.લાભુબેન કારાવદરા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટના સંચાલનમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય દ્વારા સરસ્વતી વંદનાથી બેઠકનો શુભારંભ થયો.
રાજકોટ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ હુંબલ દ્વારા શિક્ષક મિત્રોનું સ્વાગત સાથે કરેલરાજકોટ તાલુકાના પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઈ ઉધાસને પ્રાંત ટીમના હસ્તે વિધિવત રીતે સંગઠનમાં આવકારવામાં આવેલ ગત બેઠકના પ્રોસીડિંગનું વાંચન જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટ દ્વારા તથા વર્ષ ૨૦૨૫-૨૬ ના હિસાબો સહ સંગઠન મંત્રી ઉમેશભાઈ પેથાણી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ
‘‘હમારા વિદ્યાલય - હમારા તીર્થ''જેવા વિચારો તેમજ આંતરિક સંકલન મજબૂત બનાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપેલ.સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ત્યાર બાદ પ્રાંત મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ટીમ જાહેર કરવામાં આવી હતી.
નવી જિલ્લા ટીમ (વર્ષ ૨૦૨૬-૨૦૨૯)ની જાહેરાત આગામી ત્રણ વર્ષ માટે જિલ્લા ટીમની રચના નીચે મુજબ જાહેર કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષઃ સંજયભાઈ હુંબલ-ગોંડલ તાલુકો,મંત્રીઃ સાગરભાઈ પોપટ-રાજકોટ તાલુકો,સંગઠન મંત્રીઃરામભાઈ શિંગાળા-લોધિકા તાલુકો, વરિષ્ઠ ઉપાધ્યક્ષઃ મનીષભાઈ માકડીયા -ઉપલેટા તાલુકો , હિરેનભાઈ વ્યાસ - પડધરી તાલુકો,કોષાધ્યક્ષઃ ઉમેશભાઈ પેથાણી-ગોંડલ તાલુકો,મહિલા ઉપાધ્યક્ષઃ શ્રીમતી કવિતાબેન પાઠક-પડધરી તાલુકો,મહિલા મંત્રીઃશ્રીમતી હેતલબેન ઉપાધ્યાય -પડધરી તાલુકો,મહિલા સહમંત્રીઃ શ્રીમતી પ્રીતિબેન દાણીધારીયા -ગોંડલ તાલુકો,ઉપાધ્યક્ષઃ પ્રવીણભાઈ પારખીયા -ગોંડલ તાલુકો, ઝાલા અરવિંદસિંહ -રાજકોટ તાલુકો, વમલભાઈ ઉધાસ -રાજકોટ તાલુકો, દીપકભાઈ નાગ્રેચા -પડધરી તાલુકો, હિતેશભાઈ જોટાણીયા -લોધિકા તાલુકો,સહમંત્રીઃ આશિષભાઈ ભોલવાડ -ગોંડલ તાલુકો,નયનભાઈ વ્યાસ -રાજકોટ તાલુકો,સહ સંગઠન મંત્રીઃ કેતનભાઈ નકુમ -ગોંડલ તાલુકો, મનીષભાઈ કાલરીયા -ગોંડલ તાલુકો, આંતરિક ઓડિટરઃ પરેશભાઈ રામાણી -જસદણ તાલુકો,પ્રચારમંત્રીઃ ઘનશ્યામભાઈ બાલધા -જામ કંડોરણા તાલુકો,કાર્યાલય મંત્રીઃજનકભાઈ સાંડપા, સહ કાર્યાલય મંત્રીઃ ખેંગારભાઈ સોસા -રાજકોટ તાલુકો, સહપ્રચાર મંત્રીઃ ડાભી મયુરભાઈ -જામ કંડોરણા તાલુકો
અંતમાં જિલ્લા સંગઠન મંત્રી રામલાલભાઈ શિંગાળાએ કલ્યાણ મંત્ર સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:34 PM IST)










