<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજકોટ જીલ્લાના તમામ તલાટીઓને મુખ્‍ય મથકે જ રહેવા સૂચનાઃ પડધરીના દહીંસરડાની મુલાકાતે ડી.ડી.ઓ.

સંભવિત અસરગ્રસ્‍ત લોકો સાથે સંવાદ કરતા અનંદુ સુરેશ ગોવિંદ

પડધરી તાલુકાના દહીંસરડા આજી ગામમાં વરસાદની પરિસ્‍થિતિ સંદર્ભે ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.(૨.૨૩)

રાજકોટ તા.૨૫: શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ વરસાદી પરિસ્‍થિતિની જિલ્લા વિકાસ અધિકારી જાણકારી મેળવવા પડધરી તાલુકાના દહીંસરડા (આજી) ગામની મુલાકાત લીધી હતી.

હાલની વરસાદની પરિસ્‍થિતી અને આજી-૨ નદી ઓવરફલોની પરીસ્‍થિતી સમયે પડઘરી તાલુકાનાં દહીસરડા આજીનાં નિચાણવાળા વિસ્‍તારમાં રહેતા લોકોની મુલાકાત  કરી સાવચેત રહેવા, નદીનાં પટમાં અવર-જવર ન કરવા તથા નિચાણવાળા વિસ્‍તારથી દુર રહેવા સંવાદ કરી માર્ગદર્શન આપેલ. તંત્ર દ્વારા હાલની પરિસ્‍થિતીમાં જરૂર પડયે લોકોને સલામત સ્‍થળે ખસેડવાની વ્‍યવસ્‍થા તથા અન્‍ય જરૂરી તૈયારીઓની જાત ચકાસણી કરવામાં આવી હતી.

ઉપરાંત જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદની પરિસ્‍થિતીમાં તમામ ગામનાં તલાટી-કમ-મંત્રીઓ તેમનાં મુખ્‍ય મથકમાં હાજર રહી. સતત પરિસ્‍થિતી ઉપર નજર રાખે અને લોકોને સાવચેત રહેવા, નદીઓનાં પટમાં તથા પાણી આવી શકે તેવા નિચાણવાળા વિસ્‍તારમાં અવર જવર ન કરવા અને જરૂર પડયે તાલુકા તથા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા કંટ્રોલરૂમનાં સંપર્ક નંબરથી વાકેફ કરવા તેમજ સ્‍થળાંતર કરી શકાય તેવા નકકી કરવામાં સ્‍થળો ખાતે જરૂર પડયે આરોગ્‍ય તથા અન્‍ય જરૂરી સેવાઓ પુરી પાડી શકાય તે માટે જુદા-જુદા વિભાગો સાથે સંકલનમાં રહેવા તાલુકાનાં તાલુકા વિકાસ અધિકારીઓને ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદએ સૂચના આપેલ છે.(૨.૨૩)

(11:40 AM IST)