તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 27th July 2026
કુવાડવા રોડ રૂડાનગરમાં અલ્પાબેનને પતિ અમિતે માથામાં કુહાડો ઝીંકી દીધો
અગાઉ ભાગી ગયા બાદ બે મહિનાથી ફરી સાથે રહેવા આવ્યો હતોઃ પૈસા ન દેતાં હુમલો કરી રોકડ, મોબાઇલ, ટુવ્હીલર લઇ ભાગી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૭: કુવાડવા રોડ પર આવેલા રૂડાનગરમાં રહેતાં અલ્પાબેન અમિતભાઇ વાળા (ઉ.વ.૩૮) નામના મહિલાને તેના પતિ અમિત બાબુભાઇ વાળાએ ઝઘડો કરી માથામાં કુહાડાનો ઘા મારી દેતાં તેણી લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
હુમલામાં ઘાયલ થયેલા અલ્પાબેનના કહેવા મુજબ તેને સંતાનમાં બે દિકરા છે. પોતે રૂડામાં નોનવેજ વેંચી ગુજરાન ચલાવ છે. પતિ અગાઉ બે વર્ષ પહેલા ઘર મુકી કોઇની સાથે ભાગી ગયો હતો. બે મહિના પહેલા જ સમાધાન થતાં તે ફરીથી સાથે રહેવા આવ્યો છે. ગઇકાલે પતિએ વાપરવા માટે પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતાં કુહાડાથી હુમલો કર્યો હતો અને બાદમાં ઘરમાંથી ૩૫ હજાર રોકડા તેમજ તેણીનો મોબાઇલ ફોન અને ટુવ્હીલર પર લઇને ભાગી ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને કરી હતી. અલ્પાબેનના આક્ષેપો અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે
(2:55 PM IST)










