તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
રાજકોટના ખેડુતની ગોંડલના વેકરીમાં દોઢ કરોડની જમીન અલ્પેશ દોંગાની ટોળકીએ પચાવી પાડી
સીબીલ ખરા છે, લોન નહિ થાય તેમ કહી ૧૦ વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઇ છેતરપીંડી કરી

રાજકોટ, તા., ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડુતોને લોનના નામે છેતરપીંડી કરી ખેતીની કિંમતી જમીન પચાવી પાડનાર રાજકોટના અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાનો વધુ એક ગુન્હો નોંધાયો છે.
મળતી વિગતો મુજબ સવજીભાઇ બાબુભાઇ રાંક (સોજીત્રા) ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.હાલ રાજકોટ મોરબી રોડ નવા જકાતનાકા સામે જમના પાર્ક સોસાયટી શેરી નં.૦૬ મુળ ગામ- વેકરી તા.ગોંડલએ આરોપી (૧) પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ ઓફિસના ધારક અલ્પેશભાઇ ગોપાલભાઇ દોંગા (ર) અભયભાઇ મોલીયા (૩) મનીષાબેન અભયભાઇ મોલીયા (૪) જયેશભાઇ રામજીભાઇ ભાલાળા રહે.બધા રાજકોટ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત તમામ આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પુર્વયોજીત કાવતરૂ રચી ફરિયાદીને જમીનના ૭,૧૨ તથા ૮-અ ઉપર લોન અપાવવાનો વિશ્વાસ આપી કાવતરાના ભાગ રૂપે ફરિયાદીને તેનુ સીબીલ ખરાબ હોવાનુ જણાવી લોન મંજુર થવામાં સમય લાગશે તેમ જણાવી ફરિયાદીને લોન મંજુર થાય ત્યાં સુધી જરૂરીયાતના રૂ.૪,૫૫,૦૦/- પુરા પાડી અંતે ફરિયાદીને સીબીલ ખરાબ હોવાના કારણે લોન નહી થાય તેવુ જણાવી ફરિયાદીને આપેલ રૂપીયાના સીકયુરીટી પેટે જમીનનો દસ્તાવેજ અથવા રૂ.૬૦,૦૦,૦૦૦/- આપવાનુ કેહતા ફરિયાદીએ ના પાડતા ફરિયાદી તથા તેના પત્નિને ભુંડાબોલી ગાળો આપી ફરિયાદીના પરીવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારતા ફરિયાદી બીકના કારણે દસ્તાવેજ કરી આપવા સહમત થતા ફરિયાદી પાસે તેની ગોંડલ તાલુકાના વેકરી ગામના રેવન્યુ સર્વે નં.૭૫ પૈકી ૪ ની ૧-૬૧-૮૮ હે.આરે. ચો.મી. ખેતીની જમીન બજાર કિં.રૂ.૬૦,૦૦,૦૦૦/- નો રજિસ્ટર વેચાણ દસ્તાવેજ બળજબરીથી કઢાવી લઇ આજદિન સુધી ફરિયાદીને તેની જમીનનો દસ્તાવેજ પાછો નહી કરી આપી છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે. અત્રે એ નોંધનીય છેકે અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જમીન પચાવી પાડવાના વ્યાજખોરીના તથા છેતરપીંડીના ૧૩ ગુન્હાઓ નોંધાયા છે.
(11:32 AM IST)










