તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
મોચીબજાર ચામડીયા ખાટકીવાસમાં અલ્તાફ મુસાણી ગેરકાયદે કતલખાનુ ચલાવતો'તોઃ ગુનો દાખલ થયો
રામપાર્કમાં રહેતાં જીવદયા પ્રેમી જયેન્દ્ર ચંદવાણીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરના મોચીબજાર વિસ્તારમાં આવેલા ચામડીયા ખાટકીવાડમાં લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવવામાં આવતું હોવાનો જીવદયા પ્રેમીએ પર્દાફાશ કરી આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલા માંસના નમુના એફએસએલમાં મોકલવા તજવીજ કરી હતી.
જાણવા મળ્યા મુજબ આ બારામાં એ-ડિવીઝન પોલીસે આજીડેમ ચોકડી પાસે રામ પાર્ક-૨, જીઓના ટાવર પાસે રહેતાં જયેન્દ્રભાઇ અનિલભાઇ ચંદવાણીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી મોચીબજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં અલ્તાફ ઇબ્રાહીમભાઇ મુસાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જયેન્દ્રભાઇ જીવદયાની પ્રવૃતિ સાથે સંકળાયેલા ગોૈરક્ષક અને જય કળપા ફાઉન્ડેશનના પ્રમુખ છે. ફરિયાદની વિગત મુજબ તેને ૨૬/૭ના રોજ સવારે આશરે છ વાગ્યાના અરસામાં ચોક્કસ ખાનગી માહિતી મળી હતી કે મોચીબજાર ચામડીયા ખાટકીવાડમાં આવેલા રફીક મંઝીલ નામના મકાનમાં ગેરકાયદે કતલખાનું ધમધમી રહ્યું છે. આ હકીકત મળતા જ તેણે તુરંત રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસ ટીમ અને ગૌ-રક્ષકોની સંયુક્ત ટીમે જ્યાર રફીક મંઝીલના નીચેના ભાગે આવેલી દુકાનમાં દરોડો પાડ્યો ત્યારે એક શખ્સ પશુની કતલ કરી રહ્યો હતો અને માંસના ટુકડા જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનું સ્થળ પર જ વિડિયો શુટીંગ કરવામાં આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં દુકાનમાં હાજર શખ્સે પોતાનું નામ અલ્તાફ ઈબ્રાહીમભાઈ મુસાણી હોવાનું અને દુકાન ઉપર જ રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે કતલખાનું ચલાવવા માટેનું જરૂરી લાયસન્સ માંગ્યુ ત્યારે તે કોઇ પરવાનો રજૂ કરી શક્યો નહોતો.
દરોડા બાદ તુરંત જ વેટરનરી ડોક્ટરને સ્થળ પર બોલાવીને મળત પશુના માસના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને રાજકોટ એફએસએલ કચેરી ખાતે પળથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ. રિપોર્ટમાં આ માંસ ગોૈે-વંશનું નહિ હોવાનું સ્પષ્ટ થયુ હતું. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપી અલ્તાફ મુસાણી લાયસન્સ વગર ભેંસ વંશના પાડાની કતલ કરીને ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવતો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે. વી. વાઢીયાની સુચના અનુસાર પીએસઆઇ વી.કે. ઝાલાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી
(4:03 PM IST)










