<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

રથયાત્રાના રૂટ પર ટ્રાફિક જામની સ્‍થિતિ ન સર્જાય તે માટે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ઉભી કરાઇ

કાલે અષાઢી બીજની રથયાત્રા માટે પોલીસ કમિશનર ઝાનું જાહેરનામુરાજકોટ તા. ૧૫: આવતીકાલે અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં શ્રી જગન્નાથ મંદિર, કૈલાસ ધામ ખાતેથી ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ રથયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી શાંતિપુર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં પસાર થઈ શકે તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

રથયાત્રાનો સંપુર્ણ રૂટ આ મુજબ રહશેઃ-નાના મૌવા ગામ, મોક્ષાજી સર્કલ, વળંદાવન સોસાયટી મેઈન રોડ.

ન્‍યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્‍કર ધામ મેઈન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ.

સાધુ વાસવાણી રોડ ટી-પોઈન્‍ટ, એચ.પી. પેટ્રોલ પંપથી સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટીથી રૈયા રોડ, બાપા સિતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક.

આમ્રપાલી અંડર બ્રિજ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, સદર બજાર મેઈન રોડથી સદર પોલીસ ચોકી, હરિહર ચોક, લીમડા ચોક.

એસ.બી.આઈ. ટી-પોઈન્‍ટ, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજશ્રી સિનેમા, ભુપેન્‍દ્ર રોડ.

શ્રી સ્‍વામિનારાયણ મંદિરથી ભુપેન્‍દ્ર રોડ ટી-પોઈન્‍ટ, પેલેસ રોડ, ગુંદવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ, બોમ્‍બે આર્ટસથી કેવડાવાડી મેઈન રોડ.

પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક.

આંબેડકર ભવનથી સહકાર મેઈન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ પી.ડી.એમ. ફાટક થઈ પી.ડી.એમ. કોલેજ.

સ્‍વામિનારાયણ ચોક, કળષ્‍ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, મવડી ફાયર બ્રિગેડથી માયાણી ચોક, રાજનગર ચોકડી, નાના મૌવા મેઈન રોડ.

નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્‍લોટ, અજમેરા શાષાીનગર અને નાના મૌવા ગામ થઈ પરત કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પૂર્ણ થશે.

જાહેરનામા અનુસાર, રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવવા માટે ચોક્કસ રૂટ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે. જેમાં સદર બજાર પોલીસ ચોકીથી ખોડીયાર હોટલ સુધીનો તમામ માર્ગ તેમજ ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી સુધીનો રોડ રથયાત્રા પસાર થવાના સમય સવારે ૯.૦૦ કલાકથી રાત્રે ૨૧.૦૦ (૯.૦૦) વાગ્‍યા સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

રથયાત્રામાં જોડાનાર વાહનો તેમજ સરકારી વાહનોને આ જાહેરનામામાંથી મુક્‍તિ આપવામાં આવી છે. તેમજ ફરજ પરના પોલીસના વાહનો, એમ્‍બ્‍યુલન્‍સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ આકસ્‍મિક સંજોગોમાં સરકારી વાહનોને લાગુ પડશે નહીં.પોલીસ કમિશનરના આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૧૭૭ અને કલમ-૧૮૪ હેઠળ કાયદેસરની શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્‍યું છે. 

(2:51 PM IST)