તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કોઠારમાં ‘કમાલ' અને બહાર ધમાલ : દેવપરામાં ગાંજાના જથ્થા સાથે દિલાવરને પોલીસે પકડયો
‘રંગીલા' રાજકોટમાં ‘લીલા' નશાના કારોબાર પર ‘ખાખી' ત્રાટકીઃ કુલ ૪ દરોડામાં ૪ પકડાયા ભકિતનગર, કુવાડવા, થોરાળા અને પ્ર.નગર પોલીસનો દેવપરા, કુવાડવા ગામ, આજી નદીના પટ્ટ અને રૂખડીયાપરામાં દરોડાઃ ૧પ ગ્રામથી લઇ ૧.૬ કિલો ‘લીલો નશો' કબ્જે એક સાથે પોલીસના ૪ સ્થળે દરોડાઃ નસેડીઓ અને નશાના સપ્લાયર્સ પર પોલીસની તવાઇ એક સાથે પોલીસના ૪ સ્થળે દરોડાઃ નસેડીઓ અને નશાના સપ્લાયર્સ પર પોલીસની તવાઇ

રાજકોટ, તા., ૨૪ : દેવપરામાં ૮૦ ફુટ મેઇન રોડ પર દોસ્તી ચોકમાં લેઉવા પટેલ સોસાયટીના ખુણા પાસે ભકિતનગર પોલીસે મકાનમાં દરોડો પાડી કોઠાર રૂમમાં સંતાડેલા ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લઇ પુછતાછ શરૂ કરાઇ છે.
જાણવા મળ્યા મુજબ દેવપરામાં ૮૦ ફુટ રોડ પર દોસ્તી ચોક પાસે લેઉવા પટેલ સોસાયટીના ખુણે રહેતા દિલાવર લીંગડીયા ગાંજાનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે ભકિતનગર પીઆઇ જે.ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ.એચ.ગોહીલ, હેડ કોન્સ. કેતનભાઇ બોરીચા, મયુરદાન બાટી, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્નુ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જે મકાનમાં હાજર શખ્સની પુછતાછ કરાતા પોતાનું નામ દિલાવર ઉર્ફે નદીમ હનીફભાઇ લીંગડીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મકાનની તલાશી લેતા કોઠાર રૂમમાં ઘરવખરીના સામાનમાં ઝબલામાંથી ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂા. ર૮૦૦ની કિંમતનો પ૬ ગ્રામ ગાંજો અને બે ફોન, સીમકાર્ડ સહિત રૂા.૩૪,૭૪૦નો મુદામાલ કબ્જે કરી તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. પુછતાછમાં આરોપી રાજસ્થાનથી અઠવાડીયા પહેલા પીવા માટે ગાંજો લાવ્યો હોવાની કેફીયત આપી હતી. હાલ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો અને કોઇને વેચ્યો છે કે કેમ? તે દિશામાં ભકિતનગર પીએસઆઇ પી.એસ.પંઢેરીયાએ તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.એન.જાનીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.પટેલ, એએસઆઇ ખોડુભા જાડેજા સહિતની ટીમે કુવાડવા ગામે મેઇન બજારમાં રહેતા બીપીનપરી સોમપરી ગોસાઇ (ઉ.વ.પ૮)ને ગામના મંદીર પાસેથી ઝડપી લઇ રૂા. ૧૬૪પની કિંમતના ૩ર.૯ ગ્રામ ગાંજો અને ફોન સહિત રૂા. ૪,૬૪પનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ગાંજો તે પીવા માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જો કે ગાંજો કોની પાસેથી લાવ્યો તે અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
ત્રીજા દરોડામાં થોરાળા પોલીસના પીઆઇ એસ.પી.સોઢાની રાહબરીમાં કોન્સ. જગદીશભાઇ રામ સહિતના સ્ટાફે આજી નદીના પટ્ટમાં રામનાથ મહાદેવના મંદીર પાછળથી રોશન ઉર્ફે રોહીત પદમ સોન (ઉ.વ.ર૬) રહે. પ્રહલાદ પ્લોટ ઢેબર રોડ, નામના નેપાળી શખ્સને રૂા. ૭૮૧ની કિંમતના ૧પ.૬૩૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ ગાંજા અને ફોન સહિત રૂા. પ૭૮૧નો મુદામાલ કબ્જે કરી ગાંજો કોની પાસેથી લાવ્યો હતો તે મામલે તપાસ હાથ ધરી હતી. ચોથા દરોડામાં પ્ર.નગર પોલીસના પીઆઇ એમ.ડી.મકવાણાની રાહબરીમાં પીએસઆઇ ડી.એસ.ગજેરા, અને એસ.ડી.કોઠીવાર સહિતની ટીમે રૂખડીયાપરામાં રહેતા હરેશગીરી ઉર્ફે હરીયો દલસુખગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૩) ને તેજ વિસ્તારમાં શુલભ શૌચાલય પાસેથી રૂા.૮૧ હજારની કિંમતના ૧.૬૩૦ કિ.ગ્રામ ગાંજા સાથે પકડી ગાંજો અને ફોન સહિત રૂા. ૮૬,પ૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.મકવાણા તથા પો.સબ ઇન્સ. એસ.ડી.કોઠીવાર તથા એએસઆઇ રણજીતસિંહ પઢારીયા તથા રવીભાઇ વાઘેલા તથા પો.હેડ કોન્સ. ચાંપરાજભાઇ ખવડ તથા જયંતીભાઇ વાવડીયા તથા મયુરરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. વનરાજભાઇ બોરીચા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા તૌફીકભાઇ મંધરા તથા પ્રતાપભાઇ વદર તથા ધર્મેશભાઇ મોણપરા તથા વિશ્વજીતસિંહ ઝાલાએ કરી હતી.
(4:00 PM IST)










