તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
‘વોઇસ ઓફ સૌરાષ્ટ્ર કચ્છ' સંગીતના મેગા ફાઇનલમાં સ્પર્ધકોનું અદ્દભૂત પરફોર્મ

રાજકોટ : સુરશ્રી કલ્ચરલ ક્લબ અને જવેલદીપ ગ્રુપ દ્વારા ગત રવિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાંથી ઓડિશન અને સેમી ફાઇનલ અને ફાઇનલ રાઉન્ડના અંતે પસંદ કરેલા પ્રતિભાશાળી ગાયકોનો સ્પર્ધાત્મક કાર્યક્રમ ‘વોઇસ ઓફ સૌરાષ્ટ્ર કચ્છ' ના મેગા ફાઇનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુરીલા કાર્યક્રમમાં સંગીત ગુરુ કિરીટભાઈ રાજપરા અને કમલભાઈ રાજપરાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર - કચ્છમાંથી ઉપસ્થિત પ્રતિભાશાળી ૧૯ જેટલાં સ્પર્ધક મિત્રોએ મખમલી કંઠથી યાદગાર હિન્દી ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઉદય વિશાણીએ કર્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય નિર્ણાયક તરીકે રાજકોટ સુવિખ્યાત સંગીતકારો સર્વશ્રી નિગમ ઉપાધ્યાય, શ્રી ચંદ્રસેન સેવક અને શ્રી લીલાબેન પટેલે સેવા આપી હતી. ફાઇનલ રાઉન્ડમાંથી મેગા ફાઇનલ રાઉન્ડમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માટે જજ તરીકે રાજકોટના જાણીતા કલાકારો ઘનશ્યામભાઈ રાવલ, ડો. ભાવેશભાઈ જોશી, ડો. મેઘાબેન મહેતા અને કમલ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા. પરિણામો જાહેર કરાતા ચિલ્ડ્રન વિભાગમાં પ્રથમ વિવાન ભાડેશિયા, રાજકોટ, દ્વિતીય મનીત તલસાણીયા, રાજકોટ અને તળતીય કેશવી યાજ્ઞિક, જુનાગઢ. બી- વિભાગમાં પ્રથમ સાહીલ ચુડાસમા, પોરબંદર, દ્વિતીય તનુજા કકૈયા, ગોંડલ. તળતીય ધરા ત્રિવેદી, રાજકોટ. સી- વિભાગમાં પ્રથમ ફઝલભાઈ, પોરબંદર, દ્વિતીય ગફાર સોરા, રાજકોટ, તળતીય મિલન ત્રિવેદી, સાવરકુંડલા. સિનિયર સીટીઝન વિભાગમાં પ્રથમ હરેશભાઇ રાણીગા, રાજકોટ, દ્વિતીય હિતેન્દ્રસિંહ જાડેજા રાજકોટ, તળતીય નરેન્દ્રભાઈ સાગર. ડયુએટ વિભાગમાં પ્રથમ આનંદ વ્યાસ - જાવિદભાઈ, પોરબંદર, દ્વિતીય નરેશભાઈ ગોરખીયા - કળષા ગોરખીયા, પોરબંદર અને અતુલભાઈ મોનાણી - કળષા ગોરખીયા વિજેતા જાહેર થયા હતા. તમામ વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુરશ્રી કલ્ચરલ ક્લબ ના ફાઉન્ડર ચેરમેન કિરીટભાઈ રાજપરા, ટ્રસ્ટી કમલભાઈ રાજપરા, જવેલદીપ ગ્રુપના અમીતભાઈ રૂપારેલિયા પ્રોજેક્ટ કમિટી મેમ્બર્સ સર્વશ્રી રાજુભાઈ ફીચડીયા, ચંદુભાઈ પાટડીયા, આશિષભાઈ ઉદાણી, સંજયભાઈ રેહી, નરેન્દ્રભાઈ નથવાણી અને અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
(3:32 PM IST)










