તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
અંબાજી ભાદરવી પૂનમ મેળો : રાજકોટનું સહકાર ગ્રુપ સતત ત્રીજા વર્ષે યાત્રાળુઓ માટે યોજશે વિનામૂલ્યે અન્નક્ષેત્ર
માઈભક્તો ઉમટી પડવાની શકયતા, ટેન્ડર પ્રથા બંધ કરી સહકાર ગ્રુપ દ્વારા સાત દિવસ સુધી બન્ને સમય નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસાશે

રાજકોટ : શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતા પરંપરાગત ભાદરવી પૂનમના ભવ્ય મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે આગામી તારીખ ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળામાં દેશ-વિદેશથી દર વર્ષની જેમ મોટાભાગે પગપાળા આવતા અંદાજે ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પહોંચે તેવી પ્રબળ શકયતા છે. દર વર્ષે ભાદરવી પૂનમ મેળામાં આવતા માઈભક્તોની ભોજન વ્યવસ્થા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાકટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી માં અંબાના પરમ ભકત એવા રાજકોટના ‘સહકાર ગૃપ'ના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઇ - ખાટડી) અને તેમની ટીમ દ્વારા ટેન્ડર પ્રથાના બદલે શુલ્ક વિના જ નિઃશુલ્ક ભોજન સેવા પૂરી પાડવાની જવાબદારી સ્વીકારવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.
છેલ્લા ત્રણ વર્ષથી સહકાર ગ્રુપ દ્વારા સાત દિવસમાં સવા બે લાખથી વધુ ભાવિકોને ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો. ગ્રુપની આ પ્રશંસનીય અને ઉત્કળષ્ટ સેવાને ધ્યાને રાખીને, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ ટેન્ડર પ્રથા વગર આ અન્નક્ષેત્રની જવાબદારી સહકાર ગ્રુપને જ સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ વર્ષે મેળા દરમિયાન સહકાર ગ્રુપ દ્વારા અંબાજી ખાતે ગબ્બર તળેટી પાસે ખાસ વિશાળ વોટરપ્રૂફ ડોમવાળી ભોજનશાળા તૈયાર કરવામાં આવશે. જ્યાં સાત દિવસ સુધી મેળામાં આવતા તમામ યાત્રિકોને સવારે ચા-નાસ્તો તેમજ બન્ને ટાઇમ સંપૂર્ણપણે વિનામૂલ્યે શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવવામાં આવશે. સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઈ-ખાટડી)એ એક યાદીમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે સેવા આપ્યા બાદ આ વર્ષે સેવા વિસ્તારીને સતત સાત દિવસ સુધી ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે તમામ માઈભક્તોને આ સેવા કેમ્પનો અને ભોજન પ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ ભોજન સેવા કેમ્પને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુભાઈ-ખાટડી)ની સાથે અશોકભાઈ પટેલ (મોવા, રાજકોટ), દીપકસિંહ જાડેજા (ખરેડી), નરેન્દ્રસિંહ જાડેજા (રાતૈયા), કર્મરાજસિંહ જાડેજા (અમદાવાદ), ઉમંગ કાપોપરા (અમદાવાદ), હિરેન પુજારા (અમદાવાદ), અભિષેકભાઈ અઢિયા (રાજકોટ), અર્જુનભાઈ ભુરખિ, જયદીપભાઈ ધાંધલ, વળષાકભાઈ મંત્રી, મનીષભાઈ મિષાી, મિતેશભાઈ (મુંબઈ), યુવરાજસિંહ (લીમડી), વિરેન્દ્રસિંહ વાઘેલા, જીતભાઈ જલારામ, અભિષેકભાઈ (અમદાવાદ), મયંકભાઈ કોટક તથા યુવરાજસિંહ ઝાલા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:30 PM IST)










