News of Thursday, 12th November 2026
આંબેડકરનગરમાં ઘરમાં ચાલતાં જૂગારધામમાં માલવીયાનગર પોલીસનો દરોડોઃ મહિલાઓ સહિત ૭ પકડાયા
વિનેશ બથવારના ઘરમાં કાર્યવાહીઃ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ મારૂ અને ટીમનો દરોડોઃ કેતનભાઇ નિકોલાની બાતમી

રાજકોટઃ શહરેના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર-૨બમાં એક શખ્સ પોતાના ઘરમાં જૂગારધામ ચલાવતો હોવાની માહિતી પરથી માલવીયાનગર પોલીસે ભાઇબીજની મોડી રાતે દરોડો પાડી ઘરધણી તેમજ ત્રણ મહિલા સહિત ૭ને જૂગાર રમતાં પકડી લઇ ૨૫૬૦૦ રૂપિયાની રોકડ કબ્જે કરી હતી.એએસઆઇ કેતનભાઇ કે. નિકોલાને બાતમી મળતાં આંબેડકરનગર-૨-બ ખાતે રહેતાં વિનેશભાઇ બથવાર (ઉ.વ.૪૮)ના ઘરમાં દરોડો પાડી તેને તેમજ સમીર કરાલ (શાપર), નદીમ નોઇડા (બરકતીનગર), રફીક નોઇડા (બરકતીનગર) જાહીદાબેન ઠેબા (બરકતીનગર-૨), રૂકશાનાબેન થઇમ (બરકતીનગર-૨) અને ફરઝાનાબેન સોરા (રહે. લાલપર)ને પકડી પોલીસે ગંજીપાના અને રોકડા રૂા. ૨૫૬૦૦ કબ્જે કર્યા હતાં.પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ નિકોલા, હેડકોન્સ. કૃણાલસિંહ ઝાલા, કોન્સ. કરમણભાઇ જાદવ, કોન્સ. રશ્મીતાબેન વનાણી સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
(1:19 PM IST)










