<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અંબિકા ટ્રસ્‍ટ અને ગજાનનધામ ગણપતિ મહોત્‍સવ દ્વારા દિવાળી પર્વે રાહત દરે મીઠાઇ-ફરસાણ વિતરણ

રાજકોટઃ તા.૪: સૌરાષ્ટ્રની જાણીતી સંસ્‍થા શ્રી અંબિકા ટ્રસ્‍ટ અને શ્રી ગજાનન ધામ ગણપતિ મહોત્‍સવ ના સંયુક્‍ત ઉપક્રમે દિવાળી તહેવાર નિમિત્તે રાહત દરે મીઠાઈ ફરસાણ વિતરણ કરવામાં આવશે. આ સંસ્‍થા છેલ્‍લા ૨૦ વર્ષ થી તહેવાર નિમતે રાહત દરે મીઠાઈ ફરસાણ વિતરણ કરે છે જેમાં પૌવાનો ચેવડો ૫૦૦ ગ્રામ, ચવાણું ૫૦૦ ગ્રામ, કોકો તથા ચોકોલેટ નાનખટાઇ ૫૦૦ ગ્રામ, કુલ ૧.૫ કિલો ફક્‍ત રૂપિયા ૨૦૦/- માં આપવામાં આવશે. થાબડી,ટોપરાપાક, રાજભોગ બરફી, ચોકલેટ બરફી, દરેક મીઠાઈ ૫૦૦ ગ્રામ ના ફક્‍ત ૧૩૦/- માં આપવામાં આવશે. વહેલા તે પહેલા ધોરણે વિતરણ કરવામાં આવશે.તારીખ ૫/૧૧/૨૬ થી ૮/૧૧/૨૬ ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર સમય સાંજે ૫ વાગ્‍યે સ્‍થળ : શ્રી અંબિકા ટ્રસ્‍ટ કરણપરા ગરબી ચોક, ગજાનન ધામ ગણપતિ મહોત્‍સવ બાઇસાહેબ બા સ્‍કૂલ રાજશ્રી ટોકીઝ પાસે, રાજકોટ આ કાર્યક્રમ ને સફળ બનાવા  અંબિકા ટ્રસ્‍ટ પરીવાર અને ગજાનન ધામ પરીવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(2:22 PM IST)