<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પેડક રોડ પર બાંધકામ સાઇટ પર સેન્‍ટીંગ કામ વખતે ચોથા માળેથી પટકાતાં અમિત રામનું મોત

મુળ યુપીનો ૨૧ વર્ષનો યુવાન સાતેક મહિનાથી કામ કરતો હતોઃ સાથી મજૂરો, પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: શહેરના પેડક રોડ પર સેન્‍ટીંગ કામની સાઇટ પર ચોથા માળે કામ કરતી વખતે પડી જતાં મજુર યુવાનનું  મોત થયું છે. મુળ યુપીનો યુવાન અહિ ત્રણેક વર્ષથી મજૂરી કરતો હતો.

જાણવા મળ્‍યા મુજબ સામા કાઠે આડા પેડક રોડ પર આવેલ આરકે હાઉસ નામની બાંધકામની સાઇટ પર સવારે ચોથા માળે કામ કરી રહેલો અમિતકુમાર વિજયભાઇ રામ (ઉ.વ.૨૧) નામનો યુવાન સેન્‍ટીંગ કામ કરતી વખતે અકસ્‍માતે પડી જતાં માથા શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

મૃતયુ પામનાર અમિતકુમાર પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તે ત્રણેક વર્ષ પહેલા યુપીથી અહિ મજુરી કરવા આવ્‍યો હતો અને આ સ્‍થળે સાતેક મહિનાથી કામ કરતો હતો. બનાવને પગલે સાથી મજૂરોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(4:12 PM IST)