News of Wednesday, 8th July 2026
મવડી ફાયર સ્ટેશન પાસેથી અમિત-શૈલેષ દારૂના ચપલા સાથે પકડાયા
ધ્રુવનગરનો કિશન ડો. યાજ્ઞિક રોડ પરથી બીયર સાથે પકડાયોઃ પરાબજારમાંથી પ્રકાશ એક ચપલા સાથે પકડાયો : સોની બજારમાં ઘરમાંથી વ્હીસ્કીના ૨૪ ચપલા મળ્યાઃ પ્રદીપ પારેખ સામે ગુનો

રાજકોટ તા. ૮: મવડી ફાયર સ્ટેશનની સામેની શેરીમાં મ્યુનિસિપલ શોપીંગ સેન્ટરવાળી શેરીમાંથી બે શખ્સને એલસીબી ઝોન-૨ ટીમે ટુવ્હીરલ પર દારૂના છ ચપલા લઇને નીકળતાં પકડી લીધા હતાં.
ધર્મરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન અમિત દિલીપભાઇ પરમાર (ઉ.વ.૨૮-રહે. નવનલનગર-૬) અને શૈલેષ ચતુરભાઇ લીલા (ઉ.વ.૪૫-રહે. સત્યસાઇ રોડ, ફુલવાડી પાર્ક-૧)ને જીજે૩કયુસી-૦૯૦૧ નંબરના જ્યુપીટરમાં દારૂના ૧૮૦ એમએલના ૬ ચપલા રૂા. ૧૩૮૦ની કિંમતના સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જ્યારે રૈયા રોડ ધ્રુવનગર-૧ રાધે મકાનમાં રહેતો કિશન પ્રફુલભાઇ ધોળકીયા (ઉ.વ.૩૪) ડો. યાજ્ઞિક રોડ ઇમ્પિરીયલ હોટેલ સામેની શેરીમાં રૂા. ૩૯૦૦ના બીયરના ૧૩ ટીન લઇને નીકળતાં પ્ર.નગરના વનરાજભાઇ બોરીચા, ચાંપરાજભાઇ ખવડ સહિતે પકડી લીધો હતો. જ્યારે પરા બજાર રૈયાનાકા ટાવર પાસેથી જામનગર રોડ સ્લમ ક્વાર્ટર નં. ૩૯માં રહેતાં પ્રકાશ તુલસીભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)ને રૂા. ૧૦૦ના દારૂના એક ચપલા સાથે એ-ડિવીઝનના પ્રતાપભાઇ કામળીયા, મનિષભાઇ ફાંગલીયાએ પકડયો હતો. તેમજ સોની બજાર ઘેલારામજી મંદિરની બાજુમાં દરબાર ગઢડ ચોક પાસે રહેતાં પ્રદિપ તનસુખભાઇ પારેખના ઘરમાં દારૂ હોવાની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્સ. કરણભાઇ વીરસોડીયા, મહેશભાઇ ચાવડા સહિતે દરોડો પાડતાં ત્યાંથી રૂા. ૪૮૦૦ના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૨૪ ચપલા મળતાં કબ્જે લીધા હતાં. આ વખતે પ્રદીપ હાજર ન હોઇ શોધખોળ યથાવત રખાઇ છે.
(3:00 PM IST)










