<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

નવી મેંગણીમાં ભક્‍તિનો મહાસાગર ઉમટશેઃ કૃષ્‍ણા ગૌશાળા દ્વારા ભવ્‍ય ‘શ્રીમદ્‌ ભાગવત કથા'નું આયોજન

તા.૨ થી ૮ મે સુધી ચાલનારા આ મહોત્‍સવમાં આચાર્ય રણછોડ દાદાના મુખે વહેશે કથામૃતઃ લોક ડાયરો, નાટક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની જમાવટ થશે

રાજકોટઃ જિલ્‍લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી ગામે આગામી દિવસોમાં ભક્‍તિ, સેવા અને સંસ્‍કૃતિનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. અહીં કાર્યરત શ્રી કૃષ્‍ણા ગૌશાળા તથા કૃષ્‍ણા ગૌસેવા સહાયક મંડર્ળં દ્વારા શ્રી બાલકૃષ્‍ણ પ્રભુ અને શ્રી રામદેવજી મહારાજની અસીમ કૃપાથી ભવ્‍ય શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આગામી તા. ૦૨-૦૫ થી તા. ૦૮-૦૫ સુધી ચાલનારી આ કથામાં સુપ્રસિદ્ધ વક્‍તા ર્ંઆચાર્ય શ્રી રણછોડ દાર્દાં પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને ભાવવિભોર કરશે. કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધીનો રહેશે.

કથા દરમિયાન રાત્રિના સમયે વિવિધ મનોરંજક અને ધાર્મિક કાર્યક્રમો જેમ કે તા.૩નામોટા ભાડુકીયાના મંડળ દ્વારા ઐતિહાસિક નાટક ‘જય ચિતોડ' ભજવવામાં આવશે.

તા.૫ના આયોજીત લોક ડાયરા, જેમાં પ્રખ્‍યાત કલાકારો અલ્‍પાબેન પટેલ, મયુર દવે અને અનુપસિંહ વાઘેલા ભજનની રમઝટ બોલાવશે.

તા.૬ના ભેડા પીપળીયાથી ઘનશ્‍યામ મહારાજ સત્‍સંગનો લાભ આપશે.

તા.૭-૦૫ લોક સંસ્‍કૃતિને ઉજાગર કરતું ભાયાવદરનું પ્રખ્‍યાત કાનગોપી રાસ મંડળ રજૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષ્‍ણા ગૌશાળામાં હાલ૧૭૫ જેટલા ગૌવંશનું જતન અને સંવર્ધન કરી રહી છે. ખાસ કરીને ગીર ગાયોના વંશાવલી વધે તેવા ઉમદા હેતુ સાથે આ સંસ્‍થા કાર્યરત છે. કથાના સાતેય દિવસ દરમિયાન સમગ્ર ગામના લોકો એક જ રસોડે ભોજન પ્રસાદ લેશે.

સ્‍થળઃ શ્રી ક્રિષ્‍ના ગૌશાળા તથા ક્રિષ્‍ના ગૌસેવા સહાયક મંડળ- જવી મેંગણ, મુ.નવી મેંગણી, તા.કોટડાસાંગાણી, જી.રાજકોટ (મો.૮૧૫૫૮ ૭૨૧૭૪)

તસ્‍વીરમાં જેન્‍તિભાઇ રૈયાણી, ભાવેશભાઈ હરસોડા, બિપીન સિદપરા, અશ્‍વીન શિંગાળા, વિજય સિદપરા, અનિલ ખુંટ અને જયંત સિદપરા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:27 PM IST)