હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રઘુવંશી પરીવાર રાસોત્સવના મેગા ફાઇનલમાં ખેલૈયાઓ દ્વારા પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ
કિંગ રૂદ્ર કકકડ તથા કિંવન ફલોરેસ ભીમાણીઃ ટુ-વ્હીલર, ફ્રીઝ, ગોવા ટુર પેકેજ, એલઇડી ટીવી સહિતના ઇનામોની વણઝાર

રાજકોટઃ અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવના મેગા ફાઇનલમાં સિંગર અજય ગઢવી, અંજુ મકવાણા, કાજલ કાથરેચા, વિજય બારોટ તથા ખ્યાતનામ એવા શુભ ઈવેન્ટસના આશિષ કોટેચા તથા કવિતા કોટેચાના સથવારેરઘુવંશી સમાજના ખેલૈયાઓ મનમુકી ગરબે રમ્યા હતા.
ખેલૈયાઓ છલડો-ડાકલા-ભકિત-વંદે માતરમની છલકાતી પ્રાચીન અર્વાચીન ગરબા ગીત અને માતાજીના ડાક ડમરુંની ધુન પર ઝુમી ઉઠયા હતા. યુવાધન ઉત્કળષ્ટ વ્યવસ્થાનો અહેસાસ કરીને મોકળા મને રસોત્સવ માણયો હતો હાઇ-ટેક સાઉન્ડ સીસ્ટમના સથવારે ખેલૈયાઓ દિલ ખોલીને નવા નવા સ્ટેપ પર ફી સ્ટાઈલ ગરબા રમ્યા હતા.
આ પ્રસંગે ડે.મેયર દક્ષાબેન વસાણી, અમિતભાઈ રૂપારેલીયા, પ્રિયાંકભાઈ તન્ના, નીશીતભાઈ અમલાણી, ઘનશ્યામભાઈ ચનાબાબા, લાલભાઈ શેઠજી, મિતુલભાઇ લાલ, કમલેશભાઈ ઠકકર, મયુરભાઈ બુધ્ધદેવ, તથા ખેલૈયાઓના ફેમેલી મેમ્બર્સ વિગેરે એ આયોજકની સમ્રગ ટીમને બિરદાવી હતી.
અકિલા રઘુવંશી પરીવાર રસોત્સવના મેગા ફાઇનલમાં ફર્સ્ટ કિંગ રૂદ્ર કકકડ, સેકેન્ડ કિંગ હર્ષ પુજારા, થર્ડ કિંગ ક્રિશ લાલસેચા, ફોર્થ કિગ શિવાંગ રૂપારેલીયા, ફીફથ કિંગ દર્શ કોટેચા તથા ફર્સ્ટ કિંવન ફલોરેસ ભીમાણી, સેકેન્ડ કિંવન શ્રેયા કારીયા, થર્ડ કિંગ વેન્સી રાજદેવ, ફોર્થ કિવન કાજલ લાલચેતા, ફીફથ કિંવન કાવ્યા રૂપારેલીયા તેમજ કિડસમાં કિંગ દેવાંશ અખાણી, વંશ કારીયા, ઉવીલ અભાણી, મોહીલ પાઉ, દર્શ સોનછાત્રા તથા કિડસમાં કિંવન જેન્સી ગણાત્રા, જેન્ની ગણાત્રા, કીનલ ઠકકર, ક્રિશા પોબારું, અલોકી ચોલરા વિજેતા જાહેર કરેલ તેમજ વેલડ્રેસમાં ખેલૈયાઓને વિજેતા જાહેર કરી લાખેણા ઇનામો વિતરણ કરેલ હતા.
સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજકની ટીમ પરેશભાઇ વિઠલાણી, હસુભાઇ ભગદેવ, પ્રતાપભાઇ કોટક, તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી હતી










