<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

રેલનગરના અંજનાબેનનું હોસ્‍પિટલે જતી વખતે પતિના બાઇકમાંથી પટકાતાં મોત

બ્‍લડપ્રેશર લો થઇ જતાં પતિ દીપકભાઇ વાઘેલા તેણીને હોસ્‍પિટલે લઇને જતાં હતાં ત્‍યારે પોપટપરા પાસે બનાવ

રાજકોટ તા. ૨: રેલનગરમાં રહેતાં સફાઇ કામદાર મહિલાને રાતે તબીયત બગડતાં પતિ પોતાના મોટરસાઇકલમાં બેસાડી સિવિલ હોસ્‍પિટલે લઇને જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં તેણી પાછળથી પડી જતાં બેભાન થઇ જતાં મોત નિપજ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ રેલનગર આસ્‍થા ચોક શેરી નં. ૧૪માં રહેતાં અંજનાબેન દીપકભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) નામના મહિલાને રાતે બ્‍લડપ્રેશર વધી જતાં તબીયત બગડતાં પતિ દીપકભાઇ વાઘેલા પોતાના બાઇકમાં બેસાડી સિવિલ હોસ્‍પિટલે લઇ જતાં હતાં ત્‍યારે પોપટપરા ભારત પાન પાસે પહોંચતા અંજનાબેન પાછળથી પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. અંજનાબેન તેના પતિ દીપકભાઇ સાથે છુટક સફાઇ કામ કરતાં હતાં. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(3:58 PM IST)