<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ટ્રાન્‍સપોર્ટ ઓફિસમાંથી સવા બે લાખની ચોરીમાં ફરાર મોરબીનો અંકિત ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ડી. પી. ઝાલાની ટીમની કામગીરી

રાજકોટ તા. ર૩: ગોંડલ ચોકડી નજીક મનિષ કાર્ગો નામની ટ્રાન્‍સપોર્ટ ઓફિસમાંથી રૂા. ર.રપ લાખની ચોરી કરવાના ગુનામાં ફરાર મોરબીના રીઢા તસ્‍કરને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ગોંડલ ચોકડી પાસે આવેલી દર્શનભાઇ જયશ્‍વાન (ઉ.વ. ૩ર, રહે. રાજલક્ષ્મી એપાર્ટમેન્‍ટ, મંગળા મેઇન રોડ) ની મનીષ કાર્ગો નામની ટ્રાન્‍સપોર્ટની ઓફિસમાંથી તસ્‍કરો બે માસ પહેલા રૂા. ર.રપ લાખની ચોરી કરી ગયાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી.

જે મામલે ક્રાઇમ બ્રાંચે પીએસઆઇ વી. ડી. ડોડીયા, ડી. પી. ઝાલાની ટીમના હેડ કોન્‍સ. ગોપાલભાઇ બોળીયા, રાજેશભાઇ જળુ, ધારાભાઇ વાનરીયા મળેલી બાતમીના આધારે ફરાર આરોપી અંકિત મહાદેવભાઇ વિકાણી (ઉ.વ. ર૬, રહે. સરકારી આવાસ કવાર્ટર, લીલાપર રોડ, મોરબી) ને ૧પ૦ ફુટ રીંગ રોડ પરથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આરોપી અગાઉ મોરબી શહેર, વાંકાનેર, જેતપુર તાલુકા, ગોંડલ શહેર અને રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં ચોરીના પાંચ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ. એસ. ચાવડા તથા એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર વી. ડી. ડોડીયા તથા ડી. પી. ઝાલા તથા એ.એસ.આઇ. અમીતભાઇ અગ્રાવત તથા દિગ્‍પાલસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ રાજેશભાઇ જળુ તથા પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વાનરીયા, ગોપાલભાઇ બોળીયા, વિજુભા જાડેજા, તથા પો. કોન્‍સ. રાજેશભાઇ પટેલે કરી હતી

(3:04 PM IST)