<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

સમસ્‍ત પ્રજાપતિ જ્ઞાતિના નવ ગોળની વાર્ષિક સભાઃ હોદ્‌દારોની વરણીઃ અધ્‍યક્ષપદે મનસુખ તલસાણીયા

તમામ હોદ્‌ેદારોની સર્વાનુમતે બીનહરીફ વરણીઃ સંગઠન મજબૂત બનાવવાનો સંકલ્‍પ

રાજકોટઃ સમસ્‍ત પ્રજાપતિ જ્ઞાતિના ગોળાની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં નિવૃત ડીસ્‍ટ્રીક્‍ટ જજ શ્રી મનસુખભાઈ ગોહેલના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. દીપાવેલ. સભાનું સંચાલન નિતીનભાઈ ઘાટલીયાએ કરેલ જેમાં પ્રજાપતિ સમાજના નવ ગોળના કારોબારી સભ્‍યો અને આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ કારોબારીમાં ૫૧ સભ્‍યો તાથ ૫૦ કો-ઓપ્‍ટેડ સભ્‍યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભવિષ્‍યમાં આ સંસ્‍થા રાજકોટના સમસ્‍ત પ્રજાપતિ સામજના સામાજિક સંગઠન તથા સામાજિક ઉત્‍થાન માટે કાર્ય કરશે. સંગઠન મજબૂત બનાવવામાં આવશે. શિક્ષણ ઉપર ભાર મુકાશે તેમજ આગામી સમયમાં રાજકીય અને શૈક્ષણીક સંમેલન પણ યોજાશે તેમ જ્ઞાતિના આગેવાનોએ જણાવ્‍યું છે.

નિવૃત થયેલ હોદેદારો અધ્‍યક્ષ મોહનભાઈ વાડોલીયા, ઉપાધ્‍યક્ષ ગોરધનભાઈ કાપડિયા, મહામંત્રી અરુણભાઈ સુરાણી, સહમંત્રી જયેશભાઈ ટાકોદરા, તથા ખજાનચી ઈશ્વરભાઈ ઘાટલીયાનું સન્‍માન કરવામાં આવેલ.

સમસ્‍ત પ્રજાપતિ સમાજ-રાજકોટના હોદેદારો આ મુજબ છે. મનસુખભાઈ શિવાભાઈ તલસાણીયા અધ્‍યક્ષ, વિનોદભાઈ લાઠીયા મહામંત્રી ૯૪૨૮૨ ૦૧૩૩૨, વિમલભાઈ સંચાણીયા ખજાનચી, પ્રફુલભાઈ નડીયાપરા ઉપાધ્‍યક્ષ, શૈલેષભાઈ મોરાણીયા ઉપાધ્‍યક્ષ, મનસુખભાઇ મોજીદ્રા ઉપાધ્‍યક્ષ, યોગેશભાઈ ઉનાગર ઉપાધ્‍યક્ષ, હરેશભાઈ મોરીધરા ઉપાધ્‍યક્ષ, પાર્થભાઈ નૈના સહમંત્રી, દિલીપભાઈ સીતાપરા સંગઠન મંત્રી, નરેશભાઈ ધરોડીયા સંગઠન મંત્રી, અરુણભાઈ સુરાણી સંગઠન મંત્રી, છગનભાઈ જાદવ સંગઠન મંત્રી, દિલીપભાઈ બોરીયા સંગઠન મંત્રી, તુષારભાઈ અરુણભાઈ સરવૈયા સોશિયલ મીડિયા કન્‍વીનર, સતીષભાઈ સતાપરા  સોશિયલ મીડિયા કન્‍વીનર.

તસ્‍વીરમાં સમસ્‍ત પ્રજાપતિ સમાજ રાજકોટના આગેવાનો સર્વશ્રી મનસુખભાઈ તલસાણીયા, વિનોદભાઈ લાઠીયા, વિમલભાઈ સચાણીયા, હરેશભાઈ મોરીધરા,ડો.અરૂણભાઈ સુરાણી, મનસુખભાઈ મોજીદ્વા, પ્રફુલભાઈ નડીયાપરા, નરેશભાઈ ધરેડીયા, શૈલેષભાઈ મોરાણીયા, લવજીભાઈ વેરાયા, બળવંતભાઈ હળવદીયા, દિલીપભાઈ બોરીયા, તુષારભાઈ સરવૈયા, કમલેશભાઈ ગધાત્રા, વિવેકભાઈ ગોદળકા નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:35 PM IST)