<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ફિરોઝ ઉર્ફે ફિરીયા સિન્‍ડીકેટના વધુ એક સાગ્રીત કરણ ઉર્ફે કાલિયાને જુનાગઢથી ઝડપી લેવાયો

અગાઉ પકડાયેલા ૧૦ શખ્‍સો પાંચ દિવસ રિમાન્‍ડ પરઃ જુનાગઢનો કરણ ભારાઇ પકડાયોઃ ફિરીયા પાસેથી દારૂ ખરીદતોઃ એસીપી ભરત બસીયાની રાહબરીમાં ગેરકાયદે મિલ્‍કતો ટાંચમાં લેવા તજવીજ

રાજકોટ તા. ૬: શહેર ઉપરાંત સોૈરાષ્‍ટ્રભરમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતાં ફિરોઝ ઉર્ફે ફિરીયા સિન્‍ડીકેટના ૨૦ શખ્‍સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચે ૧૦ શખસોને પકડી લીધા હતાં. આ દસેયના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર થતાં વધુ તપાસ આગળ ધપાવી આ સિન્‍ડીકેટના વધુ એક સાગ્રીત કરણ ઉર્ફે કાલીયો સામતભાઇ ભારાઇને જુનાગઢથી પકડી લેવાયો છે.

લિસ્‍ટેડ બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સિન્‍ડિકેટના ૨૦ શખ્‍સો સામે ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી દસ શખ્‍સોને પકડી લેવાયા હતાં. આ ટોળકીએં રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર સહિત સૌરાષ્‍ટ્રભરમોં દસ વર્ષમાં ખંડણી, ખુનની કોશિશ, હથિયારો સાથે હુમલા અને મોટા પ્રાણમાં વિદેશી દારૂની હેરાફેરી સહિતના ૩૪૨ ગુનાને અંજામ આપ્‍યો હોવાનું ખુલ્‍યું હતું. ફિરોઝ સાથે બીજો સુત્રધાર હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા પણ આ ગેંગમાં સામેલ  હતો.

હાલ એસીપી ક્રાઈમ ભરત બસીયાની રાહબરીમાં તપાસ કરતી સીટની ટીમે અગાઉ પકડાયેલ ૧૦ શખ્‍સોને પાંચ દિવસના રિમાન્‍ડ પર લઈ દારૂના ધંધામાં ગેરકાયદેસર વિકસાવેલ મિલકત ટાંચમાં લેવાં પણ તજવીજ આદરી છે. વધુ એક સાગ્રીત કરણ ઉર્ફે કાલીયાને જુનાગઢથી ઝડપી લઇ રિમાન્‍ડની તજવીજ શરૂ થઇ છે. આ શખ્‍સ ફિરીયા પાસેથી દારૂ ખરીદી વેંચતો હતો. 

 

(3:16 PM IST)