તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
૨૫ લાખના ગોળની છેતરપીંડીના ગુનામાં કોડીનારના ગોળના વેપારીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ, તા.૪: કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨૫ લાખથી વધુની છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ભાવેશભાઈ ચંદુલાલ જાનીના આગોતરા જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસની ફરિયાદ એવી કે, કોડીનારની એ.સી. એન્ડ કંપની પેઢીના માલિકો હેમાંગભાઈ ચંદુલાલ જાની, ભાવેશભાઈ ચંદુલાલ જાની તથા અમિતભાઈ ચંદુલાલ જાનીએ ફરિયાદી રાયસિંગભાઈ જેસિંગભાઈ ઝાલા તથા સાહેદોને વિશ્વાસમાં લઇ, ફરિયાદીએ ગોરખમઢી મુકામે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ગોળના ૧૨૦૦ નંગ ડબ્બા તથા ફાચરીયા મુકામે ફરિયાદીના રાબડામાંથી ગોળના ૧૨૦૦ નંગ ડબ્બાની ખરીદી કરી, એકબીજાની મદદગારીથી ગોળના ૨૪૦૦ નંગ ડબ્બા કિંમત રૂ. ૨૫,૫૨,૦૬૫/- નહિ ચૂકવી વિશ્વાસમાં લઇ ખોટા વાયદાઓ આપી, છેતરપીંડી કરેલ હોય તે ચલાવતા ખેડૂતો પાસેથી પણ આ આરોપીઓએ આવી રીતે ગોળની ખરીદી કરી તેઓને પણ રૂપિયા નહિ ચૂકવી, ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ આપેલ હતી. કોડીનાર પોલીસ દ્વારા ઉપરોક્ત ગુનો નોંધાયા બાદ ભાવેશભાઈ ચંદુલાલ જાનીએ સેશન્સ અદાલત, કોડીનારમાં સંયુક્ત આગોતરા જામીન અરજી કરેલ જે સેશન્સ અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવેલ જેથી ત્યારબાદ ભાવેશભાઈ જાનીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર ભાવેશભાઈ ચંદુલાલ જાનીને શરતોને આધીન આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં અરજદાર/આરોપી ભાવેશભાઈ ચંદુલાલ જાની વતી રાજકોટના પી. એમ. શાહ લો ફોરમના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા, ચિરાગભાઈ સંચાણીયા તથા આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ તથા વિપુલભાઈ દેવમુરારી તથા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રીજભાઈ શેઠ રોકાયેલા હતા.
(2:38 PM IST)










