<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

બાઈકની ખોટી વીમા પોલિસી રજૂ કરી છેતરપિંડીના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨: રાજકોટમાં રૂ.૧૯ લાખની કીમતના બાઇકની ખોટી વીમા પોલિસી રજૂ રાખી ટી.ટી.ઓ ફોર્મમાં ખોટી સહી કરી  આર.સી બુક પોતાના નામે કરી છેતરપિંડી આચર્યાના કેસમાં કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રૈયા રોડ પર રહેતા રવિરાજસિંહ ભરતસિંહ ઝાલાએ ફરિયાદી યુવરાજસિંહ દિલુભા રાઠોડની રૂ.૧૯ લાખની  કિંમતની હાયબુસા બાઈકની ખોટી વીમા પોલિસી રજૂ રાખી ટી.ટી.ઓ ફોર્મમાં ખોટી સહી કરી  આર.સી બુક પોતાના નામે કરી લીધી હતી. જે અંગે પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં સંડોવાયેલા રવિરાજસિંહ ઝાલાએ પોલીસ ધરપકડની દહેશતે  પોતાના વકીલ મારફત રાજકોટ સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા પર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ ધ્‍યાને લઇ આરોપીની આગોતરા જામીન અરજી મંજૂર કરતો હુકમ ફરમાવ્‍યો છે.

આ કામમાં આરોપી વતી યુવા વકીલ પાર્થરાજસિંહ ઝાલા, રમેશભાઈ ટ્રુમતા, સહાયક તરીકે જીત શાહ, જેવીક પડિયા અને કરણ કથરેચા રોકાયા  હતા

(2:27 PM IST)