<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રાજકોટ રેલ ડિવિઝનમાં ૪૭ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા

ડૉ. મનસુખભાઇ માંડવીયાની ઉપસ્‍થિતિમાં રેલ્‍વે, ગૃહ, ટપાલ, વિજળી સહિતના નવા પસંદગી પામેલા કર્મચારીઓને નિમણૂકપત્ર અપાયા

 

રાજકોટ : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી ૧૭મા રોજગાર મેળાનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ૫૧,૦૦૦ થી વધુ નવનિયુક્‍ત કર્મચારીઓને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ આ નવનિયુક્‍ત કર્મચારીઓને સંબોધિત પણ કર્યા હતા.

રાજકોટ ડિવિઝનના વરિષ્‍ઠ ડિવિઝન વાણિજ્‍ય પ્રબંધક (સિનિયર ડીસીએમ) શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા અનુસાર, રોજગાર મેળામાં રેલવે, ગળહ, ઉચ્‍ચ શિક્ષણ, ટપાલ, વીજળી, શ્રમ સહિત અંદાજે ૧૪ મંત્રાલયોમાં નવા પસંદગી પામેલા કર્મચારીઓને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્‍યા હતા. ભારતીય રેલવે દ્વારા ૪૭ સ્‍થળો પર રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ જ ક્રમમાં રાજકોટ ડિવિઝનમાં રાજકોટ સ્‍થિત જગજીવનરામ રેલવે ઇન્‍સ્‍ટિટયૂટ, કોઠી કમ્‍પાઉન્‍ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના  કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી ગિરિરાજ કુમાર મીના દ્વારા સ્‍વાગત પ્રવચન આપવામાં આવ્‍યું હતું. સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ડૉ. દર્શિતા શાહ તેમજ અન્‍ય સ્‍થાનિક જનપ્રતિનિધિઓ તેમજ રાજકોટ ડિવિઝનના શાખા અધિકારીઓ અને રેલ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા અને અન્‍ય જનપ્રતિનિધિઓ દ્વારા ૪૭ નવા ઉમેદવારોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્‍યા હતા. જેમાં રેલવે વિભાગના ૨૦, ટપાલ વિભાગના ૧૬ અને બેંક ઓફ બરોડાના ૧૧ ઉમેદવારો સામેલ હતા.

કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના અપર ડિવિઝન રેલ પ્રબંધક (એડીઆરએમ) શ્રી બ્રિજેશ કુમાર સિંહ દ્વારા તમામનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનું સંચાલન વેલ્‍ફેર ઇન્‍સ્‍પેક્‍ટર શ્રીમતી ધર્મિષ્‍ઠા થોરિયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. ૧૭મા રોજગાર મેળામાં પヘમિ રેલવે અંતર્ગત રાજકોટ ડિવિઝન ઉપરાંત અમદાવાદ અને વડોદરા ડિવિઝનમાં પણ નવનિયુક્‍ત કર્મચારીઓને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્‍યા હતા.

રોજગાર મેળો, રોજગાર સર્જનને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પહેલ છે. રોજગાર મેળો યુવાનોને સશક્‍ત બનાવવા અને રાષ્‍ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી સુનિヘતિ કરવા માટે સાર્થક તક પૂરી પાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવશે.

કાર્યક્રમના સફળ આયોજન બદલ રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક શ્રી ગિરિરાજ કુમાર મીનાએ વરિષ્‍ઠ ડિવિઝન કાર્મિક અધિકારી (સિનિયર ડીપીઓ) શ્રી અમળત સોલંકી તેમજ આ મહત્‍વપૂર્ણ આયોજનમાં અહમ ભૂમિકા ભજવનાર વિવિધ વિભાગોના વરિષ્‍ઠ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્‍યા હતા. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:04 PM IST)