તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
રાજકોટ શહેર ભાજપના વિવિધ મોરચાના પદાધિકરીઓ અને મંડળના નવા હોદેદારોની નિમણુંક
ચૂંટણી જીતેલા હોદેદારો તેમજ રાજીનામાથી ખાલી પડેલ જગ્યાઓ પણ નવી નિમણુંક :

રાજકોટ :સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં વર્તમાન સંગઠનના ચુંટણી જીતેલા હોદ્દેદારોની અને રાજીનામાથી ખાલી પડેલ જગ્યા પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી અનિરૂધ્ધભાઈ દવેના માર્ગદર્શન અનુસાર તેમજ પ્રભારી મંત્રી જીતુભાઈ વાધાણીની સુચના અનુસાર રાજકોટ શહેરના વિવિધ મોરચાના પદાધિકારીઓ તથા મંડલના વિવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે
જયંતીભાઈ નોંઘણવદરા અને રાજેન્દ્રસિંહ ગજુભા જાડેજાને રાજકોટ શહેર કિશાન મોરચા ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરાઈ છે જયારે દિગ્વિજયસિંહ ગોહીલને રાજકોટ શહેર કિશાન મોરચા કાર્યાલય મંત્રી તેમજ સુખદેવભાઈ ડોડીયાને રાજકોટ શહેર બક્ષીપંચ મોરચા મંત્રી બનાવાયા છે
વિરલભાઇ દવેની રાજકોટ શહેર વોર્ડ નં.૧ ના મહામંત્રી અને હસમુખભાઈ સીતાપરાની રાજકોટ શહેર વોર્ડ નં.૩ ના મહામંત્રી તેમજ પ્રવીણભાઈ ગરસોંદિયા (પટેલ)ની રાજકોટ શહેર વોર્ડ નં.૪ ના મહામંત્રી તરીકે હિરેનભાઈ રાવલની રાજકોટ શહેર વોર્ડ નં.૬ ના મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ છે
રત્નદિપસિંહ જાડેજાને રાજકોટ શહેર વોર્ડ નં. ૮ ના પ્રભારી બનાવાયા છે
તમામ નિમણુંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે તેમ રાજકોટ શહેર પ્રમુખ માધવ દવેએ નિમણુંક કરી છે
(9:28 PM IST)










