તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 17th June 2026
જીવન પ્રત્યે નિરાશા અનુભવો છો...? રાજકોટ ગ્રામ્ય પોલીસ કાઉન્સેલીંગ કરી મદદ કરશે
સૌરાષ્ટ્ર યુનિ.મનોવિજ્ઞાન ભવનના સહયોગની ‘પ્રેરણા-નવા જીવન' કાર્યક્રમનું રેન્જ આઇજી નિર્લીપ્તરાયના હસ્તે પ્રારંભ

રાજકોટ, તા.૧૭: રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્થિરતા અને જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા માટે ‘પ્રેરણા - નવા જીવનની' નામની અનોખી સામાજિક-મનોવૈજ્ઞાનિક પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ધાટન નિર્લિપ્ત રાય IPS, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મનોવિજ્ઞાનના નિષ્ણાતો તેમજ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજના ઝડપી અને તણાવસભર જીવનમાં વ્યક્તિઓ વિવિધ પ્રકારના માનસિક, સામાજિક અને પારિવારિક પડકારોનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તણાવ, ચિંતા, હતાશા, ભાવનાત્મક અસંતુલન તથા જીવન પ્રત્યે નિરાશા અનુભવી રહેલા વ્યક્તિઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જરૂરી સહાય પૂરી પાડવાનો છે. આ પહેલ દ્વારા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગળતિ લાવવા, સમયસર મદદ મેળવવા પ્રોત્સાહિત કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે વિવિધ પ્રવળત્તિઓ હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં ૨૭૦ લોકો જે તણાવ, ચિંતા, હતાશા, ભાવનાત્મક અસંતુલન તથા જીવન પ્રત્યે નિરાશા અનુભવી રહેલા વ્યક્તિઓને અત્રેથી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવેલ છે. આ પહેલ અંતર્ગત ગુજરાત પોલીસની જીવન આશા હેલ્પલાઈન - ૧૮૦૦ ૨૩૩ ૩૦૦ વિશે પણ વિસ્તળત માહિતી આપવામાં આવી હતી. હેલ્પલાઈન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિઃશુલ્ક અને ગોપનીય કાઉન્સેલિંગ તથા માનસિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કાર્યક્રમમાં લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પોતે અથવા પોતાના પરિચિતોમાં કોઈ વ્યક્તિ તણાવ, ચિંતા કે માનસિક મુશ્કેલીનો સામનો કરતી હોય તો નિઃસંકોચ હેલ્પલાઈનનો સંપર્ક કરે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ પહેલ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવા, આત્મહત્યા નિવારણ માટે જાગળતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સમયસર સહાય પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ‘પ્રેરણા - નવા જીવનની' કાર્યક્રમ સમાજને આશા, હિંમત અને નવા જીવન તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે. તેમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યુ હતું
(3:55 PM IST)










