<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

રાજકોટના સામાકાંઠાના ગ્રીનલેન્ડ હેડવર્ક હેઠળના વોર્ડ નં. ૪ અને ૫ના વિસ્તારોમાં કાલથી બે દિવસ પાણીકાપ

રાંદરડા નાળા પાસે ૬૦૦ મિ.મી.ની રાઇઝિંગ મેઇન લાઇનમાં લીકેજ થતાં રિપેરિંગ કામગીરી હાથ ધરાશે : ૧૩ અને ૧૪ ઑક્ટોબરે અલગ-અલગ વિસ્તારોમાં શટડાઉન: મનપાના વોટર વર્કસ વિભાગની સતાવાર જાહેરાત

રાજકોટ : ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફ જતી ૬૦૦ મિ.મી. વ્યાસની રાઇઝિંગ મેઇન લાઇનમાં રાંદરડા નાળા પાસે લીકેજ સર્જાયું છે. આ લાઇનની જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગ્રીનલેન્ડ હેડવર્ક હેઠળના વિસ્તારોમાં બે દિવસ શટડાઉન રાખવામાં આવશે.

જે અંતર્ગત તા. ૧૩ ઑક્ટોબર, ૨૦૨૬ને મંગળવારે વોર્ડ નં. ૪ના અમુક વિસ્તારોમાં તથા તા. ૧૪ ઑક્ટોબર, ૨૦૨૬ને બુધવારે વોર્ડ નં. ૫ના અમુક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. સંબંધિત વિસ્તારના નાગરિકોને આ બાબતની નોંધ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મંગળવારે વોર્ડ નં. ૪ના આ વિસ્તારોમાં થશે અસર 

મીરા પાર્ક-૧, ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા-૧, ૨ અને ૩, ડી-માર્ટ, વિઝન સ્કૂલ, શાંતિ સદન કોમ્પ્લેક્સ, જય શક્તિ પાર્ક, વૃંદાવન પાર્ક-૧, ૨ અને ૩, નરસિંહ મહેતા આવાસ, ગણેશ કોમ્પ્લેક્સ, ઉધમસિંહ આવાસ, મધુવન પાર્ક, પંચવટી પાર્ક, ગોકુલધામ રેસિડેન્સી, તુલસી પાર્ક, શિવધારા સોસાયટી, ગુરુદેવ પાર્ક-૧ અને ૨ (૫૦ ફૂટ રોડ), લક્ષ્મણ પાર્ક, અંબિકા પાર્ક, શિવપરા, ગુરુદેવ પાર્ક ગેટ નં. ૧ અને ૨ (કુવાડવા રોડ), એલ.જી. પાર્ક, સોમનાથ રિયલ હોમ, નિત્યમ વિલા, ભોલેનાથ રેસિડેન્સી, શિવશક્તિ પાર્ક, શ્રીનાથ પાર્ક, રાજનગર, શિવરંજની, રામ પાર્ક, કસ્તુરી, કિંજલ પાર્ક, ચામુંડા સોસાયટી, ભગવતી પાર્ક, આર.જે.ટી., તીર્થ, રોહિદાસપરા, શાનદાર રેસિડેન્સી-૧ અને ૨, હરિદર્શન, શ્રી બંગલો, લોકમાન્ય તિલક આવાસ, આર્ય કૃતિ, ખોડિયાર પાર્ક, રઘુવીર પાર્ક, સતનામ પાર્ક, સત્યમ પાર્ક, પંચરત્ન, જમના પાર્ક, રામાણી પાર્ક, ગંગા પાર્ક, સુખદેવ પાર્ક, જલારામ પાર્ક, અક્ષર પાર્ક, આર.કે. ડ્રીમલેન્ડ-૧ અને ૨, વાલ્મીકિ પાર્ક, શિવમ પાર્ક, હરસિદ્ધિ પાર્ક, તિરુપતિ પાર્ક, બાલાજી પાર્ક, ગણેશ પાર્ક-૧ અને ૨, સરદાર પટેલ પાર્ક, અમૃત પાર્ક, શ્રી પાર્ક, ગાંધી વસાહત, ચામડિયાપરા, ગણેશનગર, લાતી પ્લોટ, ગાયત્રીધામ, શિવાજી પાર્ક, શિવાજી પાર્ક મફતિયાપરા, ભરવાડવાસ, શિવાલય પાર્ક, સાહેબ પાર્ક, ખોડલધામ સોસાયટી, ખોડલરાજ રિયલ હોમ, રાધે રેસિડેન્સી, નોવા, નક્ષત્ર, ખોડલ, શિવમ પાર્ક-૧ અને ૨, ખોડલ પાર્ક, ઓસ્કાર સિટી અને દેવલોક પાર્ક.

બુધવારે વોર્ડ નં. ૫ના આ વિસ્તારોમાં વિસ્તારોમાં થશે અસર

અલકા પાર્ક, ભગીરથ સોસાયટી, ગાંધી સ્મૃતિ સોસાયટી-૧ અને ૨, ગ્રામલક્ષ્મી સોસાયટી, ગ્રીન ગોલ્ડન પાર્ક, ગુજરાત સોસાયટી, ગુલાબવાડી, હનુમાનપરા, હરિદ્વાર પાર્ક, ખોડિયાર પાર્ક, કોહિનૂર પાર્ક, એલ.પી. પાર્ક, લાખેશ્વર સોસાયટી, લાલપરી મફતિયાપરા, માલધારી સોસાયટી, માંછાનગર ખાડો, મનહર સોસાયટી, મણિનગર, માર્કેટિંગ યાર્ડ હુડકો ક્વાર્ટર, મારુતિનગર-૧, ૨ અને ૩, મીરા પાર્ક, નારાયણનગર, નરસિંહનગર, નવાગામ આવાસ યોજના, નવાગામ શક્તિ સોસાયટી-૫૬ ન્યુ, ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, પટેલ પાર્ક, પેડક સંસ્થા, પ્રજાપતિનગર, રામ પાર્ક, રાધે પાર્ક, રઘુવીર પાર્ક, રણછોડનગર, રણછોડવાડી-૧ અને ૨, રત્નદીપ સોસાયટી, સદગુરુ રણછોડનગર, સંત કબીર સોસાયટી, સરદાર પટેલ કોલોની, સેટેલાઇટ પાર્ક, શિવમનગર, શિવનગર, શિવસૃષ્ટિ સોસાયટી-૧, ૨ અને ૩, શ્રીરામ સોસાયટી, શ્યામ પાર્ક, સિદ્ધિવિનાયક સોસાયટી, સીતારામનગર, વ્રજભૂમિ માલધારી સોસાયટી, વલ્લભનગર, વાલ્મીકિ આવાસ યોજના, વૃંદાવન સોસાયટી અને ઝરીયા સોસાયટી.

(6:08 PM IST)