<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

અર્જુન જી. ખાટરિયાએ ઇતિહાસ સર્જયોઃ સતત પાંચમી વખત વિજેતા

જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠકમાં ૪૯૬૫ મતોની સરસાઇ

રાજકોટ તા.૨૮: જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક પર ભાજપના ઉમેદવાર શ્રી અર્જુન ઘનશ્‍યામભાઇ ખાટરિયા ૪૯૬૫ મતે વિજેતા થયા છે. તેમણે કોંગ્રેસ અને ‘આપ'ના ઉમેદવારોને હરાવ્‍યા છે. જિલ્લા પંચાયતમાં ૪ વખત કોંગ્રેસના અને પાંચમી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઇને વ્‍યકિતગત લોકપ્રિયતા સાબિત કરી છે. જિલ્લા પંચાયતના સોૈથી સિનિયર સભ્‍ય અને પંચાયતના પ્રમુખપદના મજબૂત ઉમેદવાર બન્‍યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઇ સભ્‍ય સતત પાંચ વખત ચૂંટાયા હોય તેવુ પ્રથમ વખત બન્‍યુ છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહયા બાદ વર્ષ ૨૦૨૩ના પ્રારંભે ભાજપમાં જોડાયા હતા. આ વખતે કોટડાસાંગાણી બેઠક બક્ષીપંચ અનામત જાહેર થયેલ. તેમણે ટીકીટ માંગેલ ભાજપમાં ત્રણ ટર્મના માપદંડના કારણે છેલ્લી ઘડી સુધીની અનિヘતિતા બાદ આખરે તેમને ટીકીટ મળેલ. તેઓ ૪૯૬૫ મતે વિજયી બન્‍યા છે. એક પક્ષમાંથી ૪ વખત અને બીજા પક્ષમાંથી પાંચમી વખત ચૂંટાયા હોય તેવી ગુજરાતના રાજકારણમાં ઐતિહાસિક ઘટના છે.

(11:45 AM IST)