News of Thursday, 29th October 2026
ચેતન રામાણીના નિવાસસ્થાને સંતોનું આગમન રૂપાલાજી, સંજયસિંહ રાણા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સોરઠીયા અને મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણીના નિવાસસ્થાને રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના વડા મહંત ૫.પૂ. સદગુરુ દેવકળષ્ણદાસજી સ્વામી, મહંત પ.પૂ. દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ પૂ. હરિપ્રિય સ્વામી, પૂ. જ્ઞાન સ્વામી (મોરબી) સહિત ૩૦થી વધુ પૂજ્ય સંતશ્રીઓનું પાવન આગમન થયું હતું. આ પ્રસંગે રામાણી પરિવાર દ્વારા પૂજ્ય સંતશ્રીઓનું ભાવભર્યું સ્વાગત કરી ભક્તિભાવપૂર્વક સેવા-સત્કાર કરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતશ્રીઓ માટે ભાવપૂર્વક રસોઈ અર્પણ કરી ઠાકોરજીને થાળ ધરાવવાની પવિત્ર સેવાનો લાભ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર ભક્તિભાવમાં તરબોળ બન્યો હતો. ચેતનભાઈ રામાણીના નિવાસસ્થાને યોજાયેલો આ ધાર્મિક પ્રસંગ ભક્તિ, સેવા અને સત્સંગના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મહાનગરપાલિકાના દંડક સંજયસિંહ રાણા, પૂર્વ મંત્રી ગોવીંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતા. આ સમગ્ર પ્રસંગે ધાર્મિક શ્રદ્ધા, આત્મીયતા અને સામાજિક સૌહાર્દની ભાવના પ્રગટ થઈ હતી. પૂજ્ય સંતશ્રીઓનું સાનિધ્ય અને આશીર્વાદ રામાણી પરિવાર માટે હંમેશાં સ્મરણીય બની રહેશે.

(2:06 PM IST)










