તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગુજરાત ભાજપના સહ સંગઠન મહામંત્રી તરીકે અરુણ બીન્નાડીની નિમણૂક
રાજકોટને કાર્યકેન્દ્ર બનાવી સૌરાષ્ટ્રમાં સંગઠન મજબૂત કરશે

રાજકોટ: ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે અરુણ બીન્નાડીને ગુજરાત પ્રદેશના સહ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. તેમને રાજકોટ કાર્યકેન્દ્ર આપવામાં આવ્યું હોવાનું અને મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સંગઠનાત્મક કામગીરી સંભાળવાની જવાબદારી સોંપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ભાજપમાં લાંબા સમય બાદ સહ સંગઠન મહામંત્રીનો હોદ્દો ફરી કાર્યરત કરાયો છે. રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે રહીને અરુણ બીન્નાડી પક્ષના સંગઠનનું સંકલન કરશે.
આ નવી નિમણૂકને સૌરાષ્ટ્ર તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં સંગઠનાત્મક માળખું વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
(11:28 PM IST)










