તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th November 2026
પતિનું કેન્સરનું દર્દ ન જોવાતાં અને આર્થિક ભીંસ ઉભી થતાં આશાબેનનો આપઘાત
કોઠારીયા રોડ વિવેકાનંદનગરનો બનાવઃ ઝેર પી જીવન ટુંકાવ્યું

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડના વિવેકાનંદનગરમાં રહેતાં મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. તેમના પતિને કેન્સર હોઇ બિમારી પાછળ મોટો ખર્ચ થતો હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.જાણવા મળ્યા મુજબં વિવેકાનંદનગર શેરી નં. ૧૪માં રહેતા આશાબેન જગદીશભાઈ વિરાણી (ઉ.વ.૪૯)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા આશાબેનના પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આશાબેનના પતિને કેન્સર હોઇ સારવાર પાછળ ખુબ ખર્ચ થતો હતો.
મોઢાના કેન્સરને કારણે અગાઉ બારથી વધુ ઓપરેશન કરાવ્યા હતાં. વધુ એક ઓપરેશન અમદાવાદ હોસ્પિટલ ખાતે કરાવવાનું હતું. પતિનું દર્દ અને તેમની સારવાર પાછળ થઇ રહેલા ખર્ચને કારણે ઉભી થયેલી આર્થિક ભીંસને કારણે આશાબેન ખુબ ચિંતામાં મુકાઇ જતાં આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.
(12:21 PM IST)










