<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ચોરીના ગુનામાં ફરાર અશોક સોલંકી સાગ્રીત જસમત સાથે ચોરાઉ બાઇક સાથે પકડાયો

આજીડેમ પીઆઇ એચ. અન. પટેલ, પીએસઆઇ ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧: આજીડેમ પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી બે શખ્‍સને પકડી લીધા છે. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. પિયુષભાઈ ચિરોડીયા, કોન્‍સ. ગોપાલભાઈ બોળીયા તથા મનિષભાઈ શિરોડીયાની બાતમી પરથી કોઠારીયા ગામથી આગળ પાણીના ટાંકા સનાતન ચોકથી સોલ્‍વન્‍ટ ફાટક તરફ જતા રોડ પર વોચ ગોઠવી બે શખ્‍સને હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ સાથે રોકી પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપ સર્ચના આધારે તપાસ કરતા આ વાહન ચોરીનું હોવાનું બહાર આવ્‍યું હતું. ઝડપાયેલા બે શખ્‍સોમાં એક અગાઉના એક ગુનામાં પણ ફરાર હતો.

પોલીસે અશોક ધીરૂભાઈ સોલંકી (ઉં.વ. ૨૩, રહે. શીતળાધાર, ૨૫ વારીયા કોઠારીયા સોલ્‍વન્‍ટ) તથા જસમત ધીરૂભાઈ સોલંકી (ઉં.વ. ૫૫, રહે. શીતળાધાર, ૨૫ વારીયા, કોઠારીયા સોલ્‍વન્‍ટ)ની ધરપકડ કરી હતી. પોલીસે જીજે૦૩ડીબી-૮૨૪૬ નંબરનું બાઇક કબ્‍જે કર્યુ હતું. અશોક સોલંકી અગાઉના એક ચોરીના ગુનામાં પણ ફરાર હતો. તેને અને સાગ્રીતને ચોરાઉ બાઇક સાથે પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એન.પટેલ, પીએસઆઇ એસ.વી.ગોહિલ, એએસઆઇ રવિભાઈ વાંક, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઈ પાલા, ભરતભાઈ જોગીયા, સંજયભાઈ મિયાત્રા, શૈલેષભાઈ અકબરી, આકાશભાઈ સોંકી, પી.ડી.ઝોલા, વિક્રમસિંહ નકુમ, ગોપાલભાઈ બોળીયા, મહેન્‍દ્રભાઈ કાનગડ, કુલદીપસિંહ નકુમ, પ્રદિપસિંહ ગોહિલ, કળપાલસિંહ નકુમ, મનિષભાઈ શિરોડીયા, દિગ્‍વિજયસિંહ પરમાર અને પ્રશાંતભાઈ ગોહેલ સહિતે આ કામગીરી કરી હતી

(2:23 PM IST)