તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ચુનારાવાડ ટ્રેકટર ચોકમાં રાહુલને અશોકે પેટમાં સુયાના ઘા મારી દીધા
મશ્કરી કરવા બાબતે બોલાચાલી થયા બાદ હુમલો

રાજકોટ તા. ૨૩: ભાવનગર રોડ પર કુબલીયાપરામાં રહેતાં યુવાનને સાંજે ચુનારાવાડ ચોક પાસે ટ્રેકટર ચોકમાં હતો ત્યારે મશ્કરી બાબતે બોલાચાલી બાદ તેના જ લત્તામાં રહેતાં શખ્સે લોખંડના સુયાના ચાર પાંચ ઘા પેટ છાતીમાં મારી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છ.ે
જાણવા મળ્યા મુજબ કુબલીયાપરા-૫માં રહેતો રાહુલ પંકજભાઇ પરમાર-દેવીપૂજક (ઉ.વ.૨૪) સાંજે સાડા સાતેક વાગ્યે ચુનારાવાડ ટ્રેકટર ચોકમાં હતો ત્યારે તેના જ લત્તામાં રહેતાં અશોક દેવીપૂજક નામના શખ્સે ઝઘડો કરી બરફ ભાંગવાના લોખંડના સુયાથી હુમલો કરી પેટમાં ચાર પાંચ ઘા મારી દેતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોર અશોક ભાગી ગયો હતો. કોઇએ જાણ કરતાં રાહુલના પરિવારજનો દોડી આવ્યા હતાં અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને કરી હતી. રાહુલ ચાની હોટેલમાં કામ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો છે. તેના કહેવા મુજબ મશ્કરી કરવા બાબતે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો. ખરેખર શું બન્યું? તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










