તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 30th October 2026
જુના મનદુઃખનો ખાર રાખી ઢેબર કોલોનીમાં અસલમને પાડોશીએ લાકડીથી ફટકારાયો
રહેમતબેન, તેની દિકરી સમીરા અને ભાણેજ ઇમરાને ધોલધપાટ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૩૦: ઢેબર કોલોનીમાં રહેતાં યુવાન પર રાતે તેના જ પડોશમાં રહેતાં મહિલાએ પોતાની દિકરી અને ભાણેજ સાથે મળી હુમલો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ કરાયો છ.ે જુના મનદુઃખને કારણે આ મારામારી થઇ હતી.
ઢેબર કોલોનીમાં રહેતો અસલમ અનવરભાઇ ભટ્ટી (ઉ.વ.૨૭) રાતે ઘર પાસેથી ચાલીને નીકળ્યો ત્યારે બાજુમાં રહેતાં રહેમતબેન, તેની દિકરી સમીરા અને ભાણેજ ઇમરાન ઉર્ફે ઇમલાએ સામુ કેમ જોવે છે? કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી લાકડીથી ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
અસલમ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે અને સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. અસલમે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મારી બહેનની પજવણી બાબતે મારે ઇમરાન સાથે બોલાચાલી થઇ હતી અને ફરિયાદ કરી હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખીને સામુ કેમ જોવે છે તેવુ ખોટુ કહીને ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:49 PM IST)










