<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ડામરનો ભાવ ડબલઃ રસ્‍તાઓ બનશે મોંઘા

યુધ્‍ધની અસરથી ડામરના આગઝરૂં વધારોઃ સરકારી તંત્રમાં થવા લાગ્‍યા પરિપત્ર ટન દીઠ ભાવ રૂા. ૪૧ હજારથી વધીને ૮૩ હજાર પહોંચ્‍યોઃ નવી બોડી બાદ વધુ ભાવ દરખાસ્‍તોની શકયતા

રાજકોટ, તા.૧૯: આંતરરાષ્‍ટ્રીય પરિસ્‍થિતિ અને યુદ્ધજન્‍ય સંજોગોની અસરથી ક્રૂડ ઓઇલ તથા પેટ્રોલિયમ આધારિત ઉત્‍પાદનોના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર માર્ગ નિર્માણમાં ઉપયોગી બિટુમિન (ડામર) પર પડી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ડામરનો ટન દીઠ ભાવ અંદાજે ઈં ૪૧ હજારથી વધીને ઈં ૮૩ હજાર સુધી પહોંચ્‍યો હોવાનું સામે આવ્‍યું છે.

શોર્ટ ટર્મ મેન્‍ટેનન્‍સ કોન્‍ટ્રાક્‍ટ (STMC), આઇટમ રેટ અને EPC પ્રકારના એવા કામો, જેમાં ભાવવધારાની જોગવાઈ નથી અને કરાર સમયગાળો ૧૮ મહિનાથી ઓછો છે.

આ નિર્ણય ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન પૂર્ણ થયેલા કામો માટે લાગુ રહેશે. ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશનના રિફાઈનરી દર અને વાસ્‍તવિક વપરાશના આધારે ગણતરી કરાશે.

મહાનગરપાલિકા અને કોર્પોરેશન સ્‍તરે મોટા ભાગના રોડ કામો ગત વર્ષમાં પૂર્ણ થઈ ચૂકયા હોવાનું માનવામાં આવે છે. તેમ છતાં, બાકી રહેલા કામોમાં વધારાનો તફાવત ચૂકવવો પડી શકે છે. બીજી તરફ નવી બોડી બેસ્‍યા બાદ નવા રોડ પ્રોજેક્‍ટ અને દરખાસ્‍તો સામે આવતાં આ મુદ્દો વધુ મહત્‍વનો બની શકે છે.

R&B, PWD અને નેશનલ હાઇવે વિભાગોમાં પણ આ મુદ્દે પરિપત્રો જાહેર થવા લાગ્‍યા છે. સરકારના નિર્ણયથી માર્ગ નિર્માણના કામોની ગતિ જળવાશે અને કોન્‍ટ્રાક્‍ટરોને રાહત મળશે તેવી આશા વ્‍યક્‍ત થઈ રહી છે.

(3:29 PM IST)