હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુરૂષોત્તમ માસના પ્રારંભે પરસાણાનગર ભક્તિમય માહોલમાં તરબોળઃ કાંઠાગોરનું વાજતે-ગાજતે સ્વાગત

રાજકોટઃ પુરુષોત્તમ માસની પાવન શરૂઆત થતાની સાથે જ પરસાણાનગર ભક્તિના રંગે રંગાઈ ગયું છે. કાંઠા ગોરનું ભવ્ય સ્વાગત કરીને ગોરમાની પૂજા-અર્ચનાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગોરમાનું ઢોલ-નગારાં અને વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વરઘોડિયા ડી.જે. તુષાર રાવ અને કાજલ તુષારભાઈ રાવના હસ્તે ગોરમાને ભાવપૂર્વક વધાવવામાં આવ્યા હતા. લતાવાસી બહેનો અને દીકરીઓ દ્વારા સમગ્ર એક મહિના સુધી ‘આંબુડુ જાંબુડુ'ના ગાયન સાથે પૂજા-અર્ચના કરવામાં આવશે.આ ધાર્મિક આયોજનમાં જાદુગર અને મિમિક્રી આર્ટિસ્ટ ઉમેશભાઈ રાવના પત્ની ફુલાબેન રાવ, પ્રભાબેન કુસુમબેન ટંકારીયા, હર્ષાબેન ટંકારીયા, લતાબેન, વસંતબેન, રશ્મિબેન, રશ્મિબેન ખોલીયા, જાગળતિબેન ઉમરાણીયા, કિરણ ઉમરાણીયા, પદમાબેન રાવ, દક્ષાબેન, રૂપલબેન, ગીતાબેન, હેતલબેન આશરા, અરુણાબેન, પૂજાબેન, કોમલ દૂરગિયા, મીનાબેન, આશાબેન નાજકાની, ઉમાબેન, પ્રિયા મોગા સહિત લતાવાસી નાની-મોટા તમામ બહેનો જોડાશે.










