<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

નવાગામના જુના પોલીસ સ્‍ટેશન પાસેથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી

વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ નવાગામ પાસે જુના પોલીસ સ્‍ટેશન નજીકથી અજાણ્‍યો આશરે ૪૦ થી ૪૨ વર્ષનો પુરૂષ બેભાન હાલતમાં મળતાં કોઇએ ૧૦૮ બોલાવતાં તેના તબિબે મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે આસપાસ તપાસ કરતાં આ શખ્‍સ રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું અને ભંગાર વીણી ગુજરાન ચલાવતો હોવાનું ખુલ્‍યું હતું. તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. બિમારીથી મોત થયું કે અન્‍ય કારણે? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસને મો. ૬૩૫૯૬ ૨૯૮૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:21 PM IST)