તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
એટ્રેકશન ઇન્ટરનેશનલ એકેડેમી દ્વારા એકસાથે ૯ ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરાયો
સતત ૭ર કલાક મેકઅપ, હેરકટ, નેઇલઆર્ટ, મહેંદી, મોટીવેશનલ સ્પીચનો સર્જાયો ઇતિહાસ : ૧પર હેરઆર્ટીસ્ટનું આર્ટ ઓન સ્ટેજ પર્ફોમ

રાજકોટ : સૌથી મોટી બ્યુટી ઇન્ડસ્ટ્રીઝનો નવ અલગ પ્રકારના ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. ગુજરાતમાંથી એકેડમીકલ પાસ થયેલા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં ૧પ૦થી વધુ આર્ટીસ્ટોએ સતત ૭ર કલાક સુધી તેમનું આર્ટ ઓન સ્ટેજ પર્ફોમ કર્યું છે. વર્લ્ડ રેકોર્ડ અંગે માહિતી આપતા તેઓ જણાવે છે કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અને આફટર ફોટોગ્રાફી તેમજ વિડિઓ સાથે ગણતરી કરવામાં આવેલ છે. આ આર્ટીસ્ટની ઝડપ અને ચોકસાઇ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે.
તા. ર૦ મેના રોજ વહેલી સવારે ૬ વાગ્યે મોટીવેશનલ સ્પીચ (સ્કીન એન્ડ હેર અર્વેનેસ) જેમાં ચેલેન્જ હતો ર૪ કલાકમાં ૩૪ ટોપીકનો. જેની સામે ર૪ કલાકમાં પ૪ ટોપીક ઉપર સતત લોકોને નોલેજ આપ્યું અને ગાઇડ કર્યા. જેના આર્ટીસ્ટ છે : હર્ષલ માંકડે
ઉપરાંત વહેલી સવારે ૬ વાગ્યે સતત ર૪ કલાક ર૦૧ લોકોને મેકઅપ કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ૧૪૪ લોકોને મેકઅપ કરવાનો ચેલેન્જ હતો તેની બદલે ર૦૧ લોકોને મેકઅપ કરી ઇતિહાસ રચવાનો પ્રયાસ કર્યો છે. જે આર્ટીસ્ટનું નામ છે : અદિતી ગોંડલીયા.
આ સાથે સતત ર૪ કલાક રર૦ લોકોને નેઇલ આર્ટ કરી પોતાનું નામ ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ચેલેન્જ હતો ૧૬૩ લોકોને નેઇલ આર્ટ કરવાનો. જે રર૦ લોકોને નઇલ આર્ટ કરી પૂર્ણ કર્યો છે. જે આર્ટીસ્ટ નું નામ છે : સિદ્ધી ભીમાણી.
આ ઉપરાંત વહેલી સવારે ૬ કલાક અને ૩૦ મીનીટે ૬પ૧ લોકોના હેરકટ કરી ર૪ કલાક સુધી પોતાનું નામ સ્થાપીત કરવા રવિન્દ્ર રોઠોડે પ્રયાસ કર્યો છે.
મહેંદીના ૧૭ આર્ટીસ્ટે એક સાથે ૬૦૦ બહેનોને મહેંદી મૂકી ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો.
આ સાથે આર્ટીસ્ટોએ તેમનું હુનર વિશ્વની ફલક પર પહેલીવાર દર્શાવેલ છે. જે મહેંદી આર્ટીસ્ટના નામ છે. ((૧) રીતી ભાલાણી (ર) ધારા ટાંક (૩) જાડેજા સેજલબા (૪) પરમાર રમીલા (પ) જોશના ધારવીયા (૬) સરોજ ધારવીયા (૭) જાગૃતિ સાગઠીયા (૮) કિરણ સોનાગ્રા (૯) કોમલ મકવાણા (૧૦) ચંદ્રિકા મકવાણા (૧૧) અમરીન ગાડ (૧ર) સલ્મા અજમેરી (૧૩) હેમાલી રાઠોડ (૧૪) તસ્લીમ ગોરી (૧પ) દર્શના લાઢાણી (૧૬) શીતલ મકવાણા (૧૭) ડિંપલ ડાંગર) તેમજ ર૧ મેના રોજ સાંજે પ વાગ્યે હેરકટનો ગૃપ રેકોર્ડ જે સતત આઠ કલકાકનો હતો. જેમાં ૩૦ આર્ટીસ્ટ દ્વારા ૧૦૦૧ લોકોને હેરકટ કરી ગીનીસ બુકમાં નામ નોંધવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ચેલેન્જ હતો ૪૬૮ હેરકટ કરવાનો જે ૧૦૦૧ દ્વારા પૂર્ણ કરેલ છે.
જે આર્ટીસ્ટના નામ (૧) દેવ ગોંડલીયા (રાજકોટ) (ર) ઊમંગ અધેરા (રાજકોટ) (૩) મયુર રાઠોડ (રાજકોટ) (૪) શ્રેયશ રાઠોડ (રાજકોટ) (પ) ખુશાલ ગાલોરીયા (રાજકોટ) (૬) રીતુ તેરૈયા (રાજકોટ) (૭) ડિંપલ રાઠોડ (રાજકોટ) (૮) હર્ષ ભટ્ટી (રાજકોટ) (૯) સ્તવન ખ્રીસ્તી (રાજકોટ) (૧૦) કલ્પેશ ભટ્ટી (રાજકોટ) (૧૧) નેહા પરમાર (રાજકોટ) (૧ર) વિનીત બગથરીયા (રાજકોટ) (૧૩) સ્વાતી અકબરી (રાજકોટ) (૧૪) સતીશ પોપટાણી (રાજકોટ) (૧પ) સીદ્ધીકા છેલવાડા (રાજકોટ) (૧૬) રાજન બુંધેલીયા (રાજકોટ) (૧૭) યશ ગાલોરીયા (સુરત) (૧૮) કૌશીક જોટંગીયા (સુરત) (૧૯) પાર્થ ચૌહાણ (જસદણ) (ર૦) વિમલ સોલંકી (મોરબી) (ર૧) વિમલ સોલંકી (બ્યુટી ઝોન) (મોરબી) (રર) યોગેશ લીંબાણી (જામનગર) (ર૩) દિવ્યા ગોંડલીયા (જામનગર) (ર૪) પાર્થ હિરાણી (ભાવનગર) (રપ) કમલેશ ભટ્ટી (ભાવનગર) (ર૬) ગાયત્રી દુધરેજીયા (જુનાગઢ) (ર૭) સાગર જોટંગીયા (જેતપુર) (ર૯) નિરૂપા નથવાણી (અમરેલી) (૩૦) વાસુ ચૌહાણ (વિદ્યાનગર).
જયારે ગૃપ નેઇલ આર્ટ સતત ૮ કલાક સુધી ૭૦૦થી ઉપર બહેનોને નેઇલ આર્ટ કરી તેમજ ૭ હજાર ફિંગર (આંગળીઓ)માં નેઇલ આર્ટ કરી તેમજ ગીનીસ બુકમાં નામ નોંધવાનો પ્રયાસ કર્યો છે. જે આર્ટીસ્ટના નામ : (૧) રિધ્ધી કાપડીયા (ર) દિયા કેસરીયા (૩) રાધીકા ગાગીયા (૪) પાયલ ઘેડીયા (પ) દિવ્યા ગજેરા (૬) ચંદ્રિકા મકવાણા (૭) દિવ્ય ગોરી (૮) ભૂમિકા મકવાણા (૯) જુલી મોરણીયા (૧૦) કૃપા સોલંકી (૧૧) કોમલ સોરઠીયા (૧ર) તનવી મુંગરા (૧૩) શિલ્પા કાપડીયા (૧૪) પૂજા કોટકીયા (૧પ) નેહલ પોરીયા (૧૬) કૃપા ગોહેલ (૧૭) અંજલીબા વાળા (૧૮) ઉત્કર્ષા આર્યા (૧૯) મેઘા વૈષ્ણવ (ર૦) ભક્તી જાદવ (ર૧) સાચી મહાત્મા (રર) જાનવી કરમુર (ર૩) અંજલી કોરીયા (ર૪) આરતી કાગધા (રપ) મીનલ જૂથાણી (ર૬) બીપાસા સુતાપરા (ર૭) નીધિ (ર૮) વિભૂતિ બારીયા.
આ સાથે મેકઅપનો સફળતા પૂર્વક ગીનીસબુક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ૧૪ વર્ષથી લઇને પ૬ વર્ષ સુધીના આર્ટીસ્ટ હતા. જેમાં આર્ટીસ્ટના નામ (૧) જીયા ગાલોરીયા (રાજકોટ) (ર) અર્પીતા ખ્રીસ્તી (રાજકોટ) (૩) અલ્પા કેસીયા (રાજકોટ) (૪) ભારતીબેન (રાજકોટ) (પ) કિરણ રજપૂત (રાજકોટ) (૬) ડિંપલ ડાંગર (રાજકોટ) (૭) અનિતા ચાવડીયા (રાજકોટ) (૮) અલ્કા ભગદેવ (રાજકોટ) (૯) રીટા રયાણી (રાજકોટ) (૧૦) શિતલ મકવાણા (રાજકોટ) (૧૧) સોનલબેન (રાજકોટ) (૧ર) શ્રુતી ચૌહાણ (વિદ્યાનગર) (૧૩) રમાબેન (વિદ્યાનગર) (૧૪) જયાબેન (વિદ્યાનગર) (૧પ) કુસુમ પેથાણી (મોરબી) (૧૬) જયશ્રી વસરા (૧૭) રીના પાંચાણી (જામનગર) (૧૮) આરતી રાવલ (જામનગર) (૧૯) નેહા મુમીન (મુંબઇ) (ર૦) હસ્તી દેકીવાડીયા (સુરત) (ર૧) જયોતિ ગોહેલ (રાજકોટ) (રર) મિત્સુ પટેલ (સુરત) (ર૩) રુચા ઠુમ્મર (સુરત) (ર૪) રેખાબેન મકવાણા (હળવદ) (રપ) જીજ્ઞેશ ચૌહાણ (જસદણ) (ર૬) જયશ્રી કાનાવત (મોરબી).
આવી જ રીતે સતત ત્રણ દિવસ ૭ર કલાક સુધી આ ઇવેન્ટ ચાલુ રહી. જેમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, ગોકુલ હોસ્પિટલ, પૂજા હોબી સેન્ટર, શિવાય હોલીડેયસ, સૂજી'સ પ્રોફેશનલ સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે. આ ઇવેન્ટ એટ્રેકશન ઇન્ટરનેશનલ એકેડેમી (ભરત ગાલોરીયા, મો. ૮૮૪૯૭૪૧૭૮૪) દ્વારા કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:45 PM IST)










