તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કાલે મનપાની ૩૧ દુકાનોની હરરાજી
મવડી, શીતલપાર્ક તથા સત્યપ્રકાશ વિદ્યાપીઠ વિસ્તારમાં ૧૪-૧૯ની ૫૩.૦૪ ચો.મી. કાર્પેટની ૧૦ લાખ થી ૪૮.૯૦ લાખ સુધીની અપસેટપ્રાઇઝ

રાજકોટ, તા. ૨૮: મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની કુલ ૩૧ દુકાનો જાહેર હરરાજી દ્વારા વેચાણથી આપવામાં આવશે. હરરાજી તા. ૨૯મેરોજ સવારે ૯ વાગ્યે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, પ્રથમ માળ કોન્ફરન્સ હોલ, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
સીતાજી ટાઉનશીપ (મવડી વિસ્તાર) ખાતે G અને H વિંગની ૧૯ દુકાનો ઉપલબ્ધ છે. આ દુકાનોનું કાર્પેટ એરીયા અંદાજે ૧૭.૯૪ થી ૧૮.૩૧ ચો.મી. છે અને અપસેટ કિંમત રૂ. ૧૫ લાખથી ૧૫.૩૦ લાખ સુધી રાખવામાં આવી છે.
શહિદ સુખદેવ ટાઉનશીપ (૧૫૦ ફૂટ રિંગ રોડ, દ્વારકાધીશ હાઈટ સામે) ખાતે ૩ દુકાનો ઉપલબ્ધ છે. અહીં ૧૪.૧૯ થી ૫૩.૦૪ ચો.મી. કાર્પેટ એરીયાની દુકાનોની કિંમત રૂ. ૧૮.૩૦ લાખથી ૪૮.૯૦ લાખ સુધી નક્કી કરાઈ છે.
શ્રી કવિ કલાપી ટાઉનશીપ (સત્યપ્રકાશ વિદ્યાપીઠ સામે) ખાતે ૯ દુકાનો ઉપલબ્ધ છે. દુકાનોનું કાર્પેટ એરીયા ૨૧.૨૬ થી ૨૬.૦૨ ચો.મી. છે અને અપસેટ કિંમત રૂ. ૧૦ લાખથી ૧૨.૨૦ લાખ સુધી રાખવામાં આવી છે.
મનપા દ્વારા જણાવ્યા મુજબ દુકાનો ટાઇટલ ક્લિયર, ૧૦૦ ટકા દસ્તાવેજી, બેંક લોનેબલ તથા વિશાળ ર્પાકિંગ સુવિધા ધરાવે છે. મિની સુપર માર્કેટ, દૂધ ડેરી, ડોક્ટર ક્લિનિક, બ્યુટી પાર્લર, સલૂન સહિતના વ્યવસાય માટે દુકાનો અનુકૂળ ગણાવવામાં આવી છે.
હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુકોએ રૂ. ૨ લાખની ડિપોઝિટ ‘‘રાજકોટ મહાનગરપાલિકા''ના નામે ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરવાની રહેશે. ડિપોઝિટ તા.૨૮મે સુધી એસ્ટેટ શાખા, રૂમ નં. ૧૦, ત્રીજા માળે સ્વીકારવામાં આવશે.
(3:26 PM IST)










