તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 17th October 2026
મનપાના ૭ મેદાનમાં ફટાકડાના સ્ટોલ માટે બુધવારે હરરાજી
તા.૨૧ના સાંજે ૪ કલાકે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે

રાજકોટ, તા. ૧૭: દિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ તથા અન્ય સીઝનલ વ્યવસાય માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા સાત ટી.પી. પ્લોટ જાહેર હરરાજીથી ભાડે આપવામાં આવશે. આ માટે આગામી તા. ૨૧ ઓક્ટોબરના રોજ સાંજે ૪ વાગ્યે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે હરાજી યોજાશે.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના નાનામવા સર્કલ ખાતેના પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેના પ્લોટ, રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમ પાસેના પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ સામેના પ્લોટ, રાજનગર મેઇન રોડ પર ધરતી હોન્ડા સામેના પ્લોટ, મવડી ટી.પી. નં. ૨૬ના એફ.પી. નં. ૪/એમાં સુવર્ણભૂમિની બાજુના પ્લોટ તેમજ અમીન માર્ગ કોર્નર પર ઝેડ-બ્લૂ સામેના ટી.પી. પ્લોટની હરાજી કરવામાં આવશે.
આ જગ્યાઓ તા. ૩૦ ઓક્ટોબરથી તા. ૮ નવેમ્બર સુધી અથવા જરૂરિયાત અનુસાર વધારાના દિવસો માટે ફટાકડા તથા અન્ય સીઝનલ વ્યવસાય માટે ભાડે આપવામાં આવશે.
હરરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વ્યવસાયીઓએ તા. ૨૧ ઓક્ટોબર પહેલાં રૂ. ૧૦ હજારની ડિપોઝિટ ભરવાની રહેશે. ડિપોઝિટ ભર્યા વિના કોઈ પણ વ્યવસાયી હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. હરાજીમાં જગ્યા નહીં મેળવનારા અરજદારોની ડિપોઝિટની રકમ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર વહેલી તકે તેમના ખાતામાં પરત જમા કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ અંગેની વધુ માહિતી માટે ડો. આંબેડકર ભવનના ત્રીજા માળે આવેલા રૂમ નં. ૧૦માં રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:54 PM IST)










