News of Saturday, 10th October 2026
કુદરતી સૌંદર્યને નિખારતું રાજકોટનું નવું ઠેકાણું 'ઔરા ધ બ્યુટી હાઉસ'
સંચાલક પ્રિયંકા સોલંકીનો નવતર અભિગમ : સૌંદર્યમાં બદલાવ નહીં, સુંદરતાને ઉજાગર કરવાનો પ્રયાસ

રાજકોટ : આજના સમયમાં સૌંદર્ય એટલે માત્ર બાહ્ય દેખાવમાં પરિવર્તન નહીં, પરંતુ પોતાની અંદર રહેલી સુંદરતાને ઓળખીને તેને વધુ નિખારવાનો પ્રયાસ. આ જ વિચારધારા સાથે રાજકોટના અમીન માર્ગ ખાતે 'ઔરા ધ બ્યુટી હાઉસ' મહિલાઓ માટે બ્યુટી કેર અને પ્રોફેશનલ ટ્રીટમેન્ટ્સનું નવું સરનામું બની રહ્યું છે. અહીં સુંદરતા સાથે ગુણવત્તા, વ્યકિતગત કાળજી અને આત્મવિશ્વાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
'ઔરા ધ બ્યુટી હાઉસ'નાં સંચાલક પ્રિયંકા સોલંકીએ જણાવ્યું હતું કે, દરેક મહિલા પોતાની આગવી સુંદરતા અને વિશિષ્ટતા ધરાવે છે. અમારી દૃષ્ટિએ બ્યુટી ટ્રીટમેન્ટનો હેતુ કોઈના દેખાવને સંપૂર્ણપણે બદલી નાખવાનો નહીં, પરંતુ તેમનામાં રહેલા કુદરતી સૌંદર્યને વધુ ઉજાગર કરવાનો છે. દરેક કલાયન્ટની ત્વચા, વાળ અને વ્યકિતગત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોગ્ય સલાહ તથા ટ્રીટમેન્ટ આપવાનો અમારો પ્રયાસ રહે છે, જેથી મહિલાઓ સુંદરતા સાથે આત્મવિશ્વાસનો પણ અનુભવ કરી શકે.
આ બ્યુટી હાઉસમાં હેર કેર, સ્કિન કેર, નેલ કેર, મેકઅપ, મસાજ સહિતની વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ્સ એક જ છત હેઠળ ઉપલબ્ધ છે. વ્યકિતગત જરૂરિયાતને અનુરૂપ સેવાઓ, કાળજીભર્યો અભિગમ અને સુખદ વાતાવરણ દ્વારા મહિલાઓને બ્યુટી કેરનો પ્રોફેશનલ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું જણાવાયું છે.
નવરાત્રિના રંગે રંગાવા અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુંદર દેખાવાની ઇચ્છા ધરાવતી મહિલાઓ માટે 'ઔરા ધ બ્યુટી હાઉસ' દ્વારા ખાસ ઓફર્સ રજૂ કરવામાં આવી છે. આ ઓફર અંતર્ગત બેઝિક હેર સ્પા માત્ર રૂ.૪૯૯માં, નવ દિવસ માટે બેઝિક મેકઅપ રૂ.૧૪૯૯માં તેમજ ફેશિયલ બેઝ ટ્રીટમેન્ટ પર ૨૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું હોવાનું સંચાલક પ્રિયંકા સોલંકીએ જણાવ્યું હતું. તહેવારોની સિઝનમાં મહિલાઓને સુંદરતા અને પર્સનલ કેર માટે વધુ અનુકૂળ વિકલ્પ મળી રહે તે હેતુથી આ ઓફર્સ રજૂ કરવામાં આવી છે.
પ્રિયંકા સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, સુંદરતા દરેક મહિલામાં કુદરતી રીતે રહેલી હોય છે. યોગ્ય કાળજી અને માર્ગદર્શનથી તેને વધુ નિખારી શકાય છે. મહિલાઓને તેમની પસંદગી અને જરૂરિયાત મુજબની સેવાઓ આપીને તેઓ પોતાના વ્યકિતત્વ અંગે વધુ આત્મવિશ્વાસ અનુભવે તે 'ઔરા ધ બ્યુટી હાઉસ'નો મુખ્ય ઉદ્દેશ છે.
સૌંદર્યની સાથે શાલીનતા, વિશ્વાસ અને વ્યકિતગત કાળજીને પ્રાધાન્ય આપતું 'ઔરા ધ બ્યુટી હાઉસ' રાજકોટની મહિલાઓને બ્યુટી કેરનો નવો અનુભવ આપવા સજ્જ છે. સરનામું: આમ્ર કુંજ સોસાયટી, શેરી નં. ૧, માતૃ મંદિર સ્કૂલની સામે, ઓલ્ડ બેબી લેન્ડ હોસ્ટેલ પાસે, અમીન માર્ગ, રાજકોટ. સંપર્કઃ ૯૭૩૭૪૫૪૩૬૬.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીભાઇ ગણાત્રા સાથે ઓૈરા ધ બ્યુટી હાઉસના સંચાલક પ્રિયંકા સોલંકી સાથે મિતલ આહીર અને ધ્રુવીશ લખતરીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(3:46 PM IST)










