તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 24th July 2026
હૃદય ધબકારા ચુકી જવાને કારણે બાબુભાઇ ઢોલરીયા અને હરપાલસિંહ રાઠોડના મૃત્યુ
ઉત્સવ સોસાયટી અને લાપાસરીમાં બનાવઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોના મૃત્યુ થયા છે. મોરબી રોડ પર ઉત્સવ સોસાયટીમાં રેહતાં બાબુભાઇ પરબતભાઇ ઢોલરીયા (ઉ.વ.૫૮) સવારે ઘરે હતાં ત્યારે ચક્કર આવ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. વડીલના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા રોડ લાપાસરી ગામ રણુજા મંદિરની સામે રહેતાં હરપાલસિંહ છનુભા રાઠોડ (ઉ.વ.૪૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન અને આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(4:06 PM IST)










