<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

બોગસ દસ્‍તાવેજ બનાવી લાખોની છેતરપીંડીના ગુનામાં ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટના જામીન રદ કરવાની અરજી નામંજુર

પ૭ લાખની છેતરપીંડીના કેસમાં મેજીસ્‍ટ્રેટ કોર્ટના હુકમને સેશન્‍સ કોર્ટની બહાલી

રાજકોટઃ તા.૮,મેજીસ્‍ટ્રેટ કોર્ટોના જામીન આપવાના અધીકારો સંદર્ભેનો અતિ મહત્‍વનો ચુકાદો રાજકોટની સેશન્‍સ અદાલતે આપી આજીવન કેદની સજાને પાત્ર ગુન્‍હામાં મેજીસ્‍ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરવા માટે પોલીસ તથા મુળ ફરીયાદપક્ષ દ્વારા કરવામાં આવેલ માંગણી ફગાવી દીધેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા નિતીન વલ્લભભાઈ સાવલીયાએ તેના એકાઉન્‍ટ નુ કામ સંભાળતા જતીનભાઈ જાજલ વિરૂધ્‍ધ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ આપી એવા આક્ષેપો કર્યા હતા કે, સને-૨૦૧૪ થી ફરીયાદીના સી.એ. તરીકે આરોપી કામકાજ કરતા હતા અને ફરીયાદીની મહાવીર ટ્રેડીંગ નામની પેઢીના આઈ.ટી. રીર્ટન ફાઈલ કરવા સહિત કામકાજ વર્ષોથી કરતા હોય ફરીયાદી પોતાની પેઢીના રબ્‍બર સ્‍ટેમ્‍પ, લેટરપેડ, ડીજીટલ સીગ્નેચર તથા બેંક ખાતાને લગતા જરૂરી દસ્‍તાવેજો આરોપીની ઓફીસે વિશ્વાસથી રાખતા હતા તે દરમ્‍યાન સને-૨૦૨૦માં ફરીયાદીને કઠોળનો ઓટોમેટીક કલીનીંગ પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ કરવાનો હોવાથી તે પ્રોસેસીંગ પ્‍લાન્‍ટની મશીનરી લેવા માટે આરોપીને જરૂરી દસ્‍તાવેજો તૈયાર કરવા આપેલ જે દસ્‍તાવેજોના આધારે એકસીસ બેંકમાંથી રૂ&. ૫૦ લાખની ટર્મ લોન તથા રૂા. ૨૦ લાખની સી.સી. મંજુર થયેલ જે રકમ મશીનરી બનાવતી કંપનીના ખાતામાં જમા થયા બાદ ફરીયાદીના આક્ષેપ મુજબ આરોપીએ મશીનનો ઓર્ડર કેન્‍સલ કરવાનો ફરીયાદીના નામનો ખોટો દસ્‍તાવેજ બનાવી અને આવા ખોટા દસ્‍તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીના લોનના રૂપીયા આશરે ૫૭ લાખ ઓળવી જવાની ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં માર્ચ-૨૦૨૬ માં કરેલ હતી.

 સદર ફરીયાદના કામે આરોપી જતીનભાઈની ધરપકડ થતા તેમને પોલીસ દ્વારા મેજીસ્‍ટ્રિેટ સાહેબ સમક્ષ રજૂ કરતા આરોપીએ કરેલ જામીન અરજી સંદર્ભે સુનાવણી કરી મેજીસ્‍ટ્રિેટ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવામાં આવેલ હતા. આરોપીને મેજીસ્‍ટ્રિેટ અદાલત દ્વારા જામીન મુક્‍ત કરાતા પોલીસ દ્વારા જામીનના હુકમને સેશન્‍સ અદાલતમાં પડકારવામાં આવેલ જે પોલીસની માંગણીમાં મુળ ફરીયાદી નિતીન સાવલીયા પણ જોડાયેલ હતા.

મુળ ફરીયાદી તથા પોલીસ તરફે જામીન રદ કરવા માટે મુખ્‍યત્‍વે એવી રજુઆત કરવામાં આવેલ કે, મેજીસ્‍ટ્રેટ કોર્ટને આવા ગંભિર પ્રકારના કેસો કે જેમાં આજીવન કેદની સજાની જોગવાઈ રહેલી હોય તેમાં જામીન આપવાની સતા કે અધીકાર નથી અનેઆરોપીને જામીન આપતો જે હુકમ કરેલ છે તે હુકમ કાયદાકીય રીતે ભુલભરેલો છે જેથી આરોપીના જામીન રદ કરી જેલમાં ફરી કસ્‍ટડીમાં લેવા ભારપૂર્વક રજૂઆત કરેલ હતી.

સદર અરજીનો સખત વિરોધ કરતા આરોપી તરફે એડવોકેટ તુષાર ગોકાણીએ સેશન્‍સ અદાલતમાં સર્વોચ્‍ચ અદાલત દ્વારા સને-૨૦૨૨ ની સાલમાં ચુકાદો આપી મેજીસ્‍ટ્રિેટ અદાલતો પણ આજીવન કેદની સજાને પાત્ર ગુન્‍હાઓમાં જામીન આપી શકે છે તેવુ ઠરાવેલ છે સર્વોચ્‍ચ અદાલતનો ચુકાદો અને કાયદાની જોગવાઈઓ ટાકી એવી રજૂઆતો કરાઈ હતી કે, કોઈપણ ગુન્‍હો કે જેમાં આજીવન કેદની સજા થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવેલ હોય તેવા કિસ્‍સામાં પણ જો તે ગુન્‍હો મેજીસ્‍ટ્રેટ ટ્રાયેબલ ગુન્‍હો હોય તો મેજીસ્‍ટ્રેટને તેવા ગુન્‍હામાં જામીન આપવાની સંપૂર્ણ સતા છે.

તમામ પક્ષકારોની લંબાણ પુર્વકની દલીલોના અંતે રાજકોટના અધિક સત્ર ન્‍યાયધીશ દ્વારા જામીન રદ કરવાની માંગણી ફગાવતા હુકમમાં આરોપી તરફે કરવામાં આવેલ દલીલો માન્‍ય રાખી તેવું અવલોકન કરવામાં આવેલ કે, આરોપી વિરૂધ્‍ધ જે કલમો પોલીસ દ્વારા લગાડવામાં આવેલ છે તે કલમોમાં સજાની જોગવાઈ આજીવન કેદ સુધીની છે પરંતુ તે ગુન્‍હા મુજબની ટ્રાયલ ચલાવવાની સતા પણ મેજીસ્‍ટ્રેટ અદાલતને છે જેથી કાયદાકીય રીતે મેજીસ્‍ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન તમામ પાસાઓને નેકલક્ષ લઈ ન્‍યાયીક રીતે આપવામાં આવેલ છે તેવા સંજોગોમાં આરોપીને મેજીસ્‍ટ્રેટ કોર્ટ દ્વારા આપવામાં આવેલ જામીન રદ કરવા માટેના કોઈ પુરતા અને વ્‍યાજબી કારણો પોલીસ કે ફરીયાદી બતાવી શકતા ન હોય જેથી અરજી ડીસમીસ કરી મેજીસ્‍ટ્રેટનો હુકમ કાયમ રાખી આરોપીના જામીન ચાલુ રાખેલ હતા.

આ કામે આરોપી વતી સૌરાષ્‍ટ્રના   ધારાશાષાી તુષાર ગોકાણી, રિપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્‍ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્‍યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મળત્‍યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હિરલ નિમાવત રોકાયેલ હતા.

(2:16 PM IST)