<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

એઇમ્‍સમાં ગુરૂવારે બકરીઇદની રજા : ઇમરજન્‍સી સેવા ચાલુ

રાજકોટ : એઇમ્‍સ રાજકોટની યાદીમાં જણાવાયું  છે કે, કેલેન્‍ડર વર્ષ ૨૦૨૬ દરમિયાન સંસ્‍થા ખાતે પાળવામાં આવનારી જાહેર રજાઓની સૂચિમાં આંશિક ફેરફાર કરવામાં આવ્‍યો છે. કેન્‍દ્ર સરકાર તથા ગુજરાત સરકારના તાજેતરના નિર્દેશોને અનુસરીને, અગાઉ ઈદ-ઉલ-જુહા (બકરીઈદ) નિમિત્તે તા. ૨૭ મે (બુધવાર)ના રોજ જાહેર કરાયેલ રજામાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. હવે આ જાહેર રજા તા. ૨૮ મે (ગુરુવાર)ના રોજ પાળવામાં આવશે. સંસ્‍થા સાથે સંકળાયેલા તમામ વિભાગો, કર્મચારીઓ અને સંબંધિત જાહેર જનતા આ અંગે નોંધ લેવા વિનંતી કરાઇ છે. હોસ્‍પિટલમાં ઇમરજન્‍સી સેવાઓ ૨૪×૭ ચાલુ રહેશે જેની નોંધ લેવા અખબારી યાદીના અંતમાં જણાવાયું છે. 

(3:18 PM IST)