<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

‘‘કોમ કી વફા કોન કરેગા, આમ આદમી પાર્ટી'' લખેલા બેનરો રાજકોટમાં લાગતા ખળભળાટ

શહેરની કોમી શાંતિ ડહોળવા પ્રયાસ? બેનરો કોણે લગાડયા તે અંગે તપાસ : તંત્ર દ્વારા તમામ બેનરો હટાવાયાઃ મતદાનના આગલા દિવસે બનેલ ઘટનાથી ઉહાપોહ

 

 

રાજકોટ તા.૨૫: ગઇકાલ સાંજથી જાહેર પ્રચાર બંધ થઇ ગયો છે ત્‍યારે આજે શહેરની કોમી શાંતિ ડહોળાય તેવા રાજકીય બેનરો લાગતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે.શહેરના મોટાભાગના મુસ્‍લીમ વિસ્‍તારોમાં આમ આદમી પાર્ટીના નામે બેનર લગાડવામાં આવ્‍યા છે. જેમાં લખ્‍યુ છે કે, મુસ્‍લીમોને તેમનો હકક દેવડાવવો હોય તો આમ આદમી પાર્ટીને મત આપો.જો કે તંત્રને બેનરો લગાડવામાં આવ્‍યાનું ધ્‍યાને આવતા તુરંત તમામ જગ્‍યાએથી આ બેનરો ઉતારી લેવામાં આવ્‍યા છે. ઉપરાંત પોલીસે પણ આ મુદે તપાસ આદરી છે.આ બેનરો આપ દ્વારા લગાડવામાં આવ્‍યા છે કે અન્‍ય કોઇએ આપના નામે લગાડયા છે તે દીશામાં પણ તપાસ કરવામાં આવી રહયાનું ન્‍યુઝ કેપીટલ ગુજરાતના અહેવાલમાં જણાવવામાં આવ્‍યુ છે.(

(3:25 PM IST)