<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

બાર એસો.ના વકીલો દ્વારા મેયર અને ભાજપ પ્રમુખને હાઇકોર્ટ બેંચ અંગે રજૂઆત

 

રાજકોટઃ તા.૧, આજરોજ ભા. જ. પ પ્રમુખ માધવભાઈ દવેને રાજકોટમાં હાઇકોર્ટ બેચ મળે તે માટે પ્રપોઝલ સાથેનું આવેદનપત્ર આપ્‍યું અને તેમના મારફત મુખ્‍યમંત્રીશ્રીને રજૂઆત કરવા આજરોજ બાર કાઉન્‍સિલના મેમ્‍બર દિલીપભાઈ પટેલ તથા રાજકોટ બાર એસોસિએશન ના કેતનભાઇ મંડ, પ્રગતિબેન માકડીયા, અશ્વિનભાઈ રામાણી, જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, સંજયભાઈ ડાંગર, દીપ વ્‍યાસ સહિતના હાજર રહેલા હતા.

ત્‍યારબાદ મેયર શ્રી નેહલભાઈ શુકલ ને પણ સરકારમાં મોકલવા હાઈ કોર્ટે માટે ની પ્રપોઝલ મોકલવા રજૂઆત કરવામાં આવેલ હતી.

બાર એસોસિએશન ના પ્રમુખ સુમિત વોરા સેક્રેટરી નિલેશભાઈ પટેલ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ના દિલીપ પટેલ,કેતન મંડ ,જયેન્‍દ્ર ગોંડલિયા,પ્રગતિ માકડિયા,હિરલબેન જોશી,નિશાબેન લુણાગરિયા,સંજય ડાંગર,ધર્મેશ સખીયા, ભાર્ગેશભાઈ ખૂટ, રાજેશભાઈ ડાંગર, હાર્દિક વેકરીયા ,સહિત ના બાર એસોસિએશનના વકીલ સાથે રહેલા હતા, અને શહેર ભાજપ પ્રમુખ અને મેયરશ્રીને નિવેદન પાઠવીને હાઇકોર્ટ બેંચ માટે રજૂઆત કરી હતી.

(2:57 PM IST)