તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
‘માહોલ' બને એ પહેલા ‘સાયરન' વાગીઃ પાંચ સ્થળેથી દારૂ-બીયર સાથે ૬ ઝડપાયા
ક્રાઇમ બ્રાંચ, બી-ડીવીઝન, ભકિતનગર અને પ્ર.નગર પોલીસની ગ્રીનલેન્ડ ચોકડી, બેડીપરા, વિરાણી અઘાટ, પોપટપરા પાસે અને શ્રોફ રોડ પર દરોડા

રાજકોટ તા. ર૬: શહેરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે વધુ પાંચ સ્થળે દરોડા પાડી છ શખ્સોને દારૂ-બીયર સાથે પકડી લીધા હતા. ક્રાઇમ બ્રાંચ, બી-ડીવીઝન, ભકિતનગર અને પ્ર.નગર પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી, બેડીપરા, વીરાણી અઘાટ, પોપટપરા નાલા પાસે અને શ્રોફ રોડ પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ. એમ. રાણા, એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. સંજયભાઇ ખાખરીયા સહિતના સ્ટાફે ગ્રીનલેન્ડ ચોકડી બસ સ્ટેશન પાસેથી સુરેશ પ્રહલાદભાઇ અમરાણી (ઉ.વ. ૪૪, રહે. આર. કે. સોસાયટી, આસ્થા ચોક પાસે, રેલનગર)ને રૂા. ૧૯,ર૦૦ની કિંમતના દારૂના ૯૬ ચપલા સાથે પકડી લીધા હતા.
બીજા દરોડામાં બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. એન. પી. ચાવડા, કોન્સ. જગમાલભાઇ જાદવ સહિતના સ્ટાફે બેડીપરામાં પાંજરાપોળ મેઇન રોડ પર નદી કાંઠેથી વેપારી કુશય સલીમભાઇ લોટીયા (ઉ.વ. ર૮, રહે. સૈફ કોલોની, બેડીપરા) અને આસિફ નુરાબભાઇ લોટીયા (ઉ.વ. ૪૩, રહે. પાંજરાપોળ મેઇન રોડ) ને રૂા. ૧ર૦૦ના દારૂનાં ૪ ચપલા અને સ્કુટર સહિત રૂા. પ૧,ર૦૦નો મુદામાલ સાથે પકડી લીધા હતા.
ત્રીજા દરોડામાં ભકિતનગર પોલીસના હેડ કોન્સ. રમેશભાઇ માલકીયા, કોન્સ. યુવરાજસિંહ જાદવ સહિત વીરાણી અઘાટમાં પ્રગતી શેરી નં. ૩ પાસેથી મહેશ બાબુભાઇ રાખોલીયા (ઉ.વ. પ૬, રહે. ગુરૂકૃપા શેરી નં. ૧, નેહરૂનગર, ૮૦ ફુટ રોડ) ને રૂા. ૯૦૦ના દારૂના ૩ ચપલા સાથે પકડી લીધો હતો.
ચોથા દરોડામાં પ્ર.નગર પોલીસના હેડ કોન્સ. એમ.સી. જાડેજા, કોન્સ. પ્રતાપભાઇ વદર સહિતના સ્ટાફે પોપટપરાના નાલા સામેથી વેપારી તાહીર યાકુબભાઇ બેલીમ (ઉ.વ. ર૭, રહે. રોણકી ગામ પ્રાથમીક શાળા પાસે) ને ૬૦૦ના બીયરના બે ટીન સાથે પકડી લીધા હતા.
પાંચમાં દરોડામાં પ્ર.નગરના હેડ કોન્સ. સી. બી. ખવડ અને કોન્સ. વિરેન્દ્રસિંહ પરમાર સહિતે શ્રોફ રોડ પર કિતાબઘર પાસેથી યોગેશ મોહનલાલ બારૈયા (ઉ.વ. પર, રહે. રાજનગર, રેલનગર) ને ૧૬૦૦ની દારૂની ૧ બોટલ સાથે પકડી લીધા હતાં.
(2:14 PM IST)










