તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં મળવાની સંભાવના
૩૦ જૂલાઇથી ર ઓગષ્ટ સૂધીમાં પ૦ ટકા વિસ્તારમાં હળવો-મધ્યમ, ૩૦ ટકા ક્ષેત્રોમાં મધ્યમથી ભારે અને સિમિત વિસ્તારમાં ૬ ઇંચથી વધૂ વરસાદ ખાબકશે ગુજરાતમાં અનેક સ્થળે ૧ થી રાા ઇંચ અને કેટલાક સ્થળે અતિભારે ૩ થી ૮ ઇંચ વરસાદ નોંધાઇ શકે છે

રાજકોટ તા.૨૮: જૂનાગઢના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગોૈરવ રાણીંગાએ આજે મહત્વની આગાહીમાં જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં બનેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ ગઈ મધરાત બાદના સમયે ઓડિશા અને પヘમિ બંગાળના કાંઠા વિસ્તાર સાથે ટકરાયા બાદ હવે પヘમિ ઉતર પヘમિ (મુખ્યત્વે પヘમિ) દિશા તરફ આગળ વધી રહેલ છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ૩૦ જુલાઈથી ૨ ઓગષ્ટ સુધી ભારે થી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના રહેલી છે.
સિસ્ટમના ટ્રેક બાબતે હજુ પણ મોડલોમાં મત મતાંતર છે પરંતુ વધુ શકયતા મુજબ આ સિસ્ટમ આગામી ૭૨ કલાક દરમ્યાન મુખ્યત્વે પヘુિમ દિશા તરફ આગળ વધી ૩૧ જુલાઈએ ગુજરાત રાજ્યના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો સુધી આવવાની સંભાવના છે.
સિસ્ટમના ત્યારબાદના ટ્રેક બાબતે હાલ અનિヘતિતા પ્રવર્તી રહી છે.
૩૦ જુલાઈથી ગુજરાત રિજિયનના દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારોમાં મધ્યમ થી કયાંક કયાંક ભારે એવો વરસાદ શરૂ થઈ શકે છે. ૩૧ જુલાઈ અને ૧ ઓગષ્ટ દરમ્યાન સિસ્ટમની સૌથી વધુ અસર રહે. આ સમયગાળામાં સિસ્ટમને આનુષંગિક ટ્રફ જે વાતાવરણના ૩.૧કિમી થી ૫.૮કિમી ઊંચાઈ સુધી ફેલાયેલ હોય છે તે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર આવવાની સારી સંભાવના છે. હાલના ચાર્ટ મુજબ આ સિસ્ટમની સૌથી વધુ અસર ગુજરાત રિજિયનના મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે જ્યાં ૨ ઓગષ્ટ સુધીમાં ઘણા સ્થળે મધ્યમ થી ભારે (એક થી અઢી ઇંચ) અને કેટલાક સ્થળે અતિ ભારે ( ત્રણ થી આઠ ઇંચ) અને સીમિત વિસ્તારોમાં તેથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમનો વધુ લાભ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગિર સોમનાથના વિસ્તારોમાં મળવાની સંભાવના છે જ્યાં ૩૦ જુલાઈ થી ૨ ઓગષ્ટ સુધી ૫૦% વિસ્તારોમાં હળવો મધ્યમ, ૩૦% વિસ્તારોમાં મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારોમાં ૬ ઇંચ થી વધુ વરસાદ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેનો આધાર સીસ્ટમની દિશા અને સીસ્ટમનો ટ્રફ સૌરાષ્ટ્ર બાજુ કેટલો મજબૂત રહે તેના ઉપર રહેશે તેમ છતાં ૩૧ જુલાઈથી ૨ ઓગષ્ટ સુધીમાં પヘમિ ઉતર સોૈરાષ્ટ્રમાં ૫૦% વિસ્તારોમાં હળવો મધ્યમ અને સિમીત વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય તેવી આશા રાખી શકાય છે.
વરસાદના વિસ્તારો અને વરસાદની માત્રામાં સિસ્ટમની દિશા મુજબ ફેરફાર થવાની સંભાવના છે. પરંતુ આપણે સોૈરાષ્ટ્રમાં હાલ મોડો બતાવે તે કરતા થોડો વધુ લાભ મળે તે મુજબના પોઝિટિવ ફેરફાર માટે આશાવાદી છીએ. કચ્છના ૫૦% વિસ્તારોમાં હળવો મધ્યમ અને પૂર્વ કચ્છના સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. ઉતર ગુજરાતના ૫૦% વિસ્તારોમાં ૨ ઓગષ્ટ સુધીમાં મધ્યમ થી ભારે અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના ગણી શકાય. સિસ્ટમ જેમ નજીક આવશે તેમ ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે, આગળના ફેરફાર મુજબ વધુ અપડેટ આપવામાં આવશે. (વેધર-બાય ગોૈરવ રાણીંગા)
નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી માહિતી ધ્યાને લેવી જરૂરી.(
(4:21 PM IST)










